શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બીલીમોરા , શનિવાર, 20 જુલાઈ 2024 (00:38 IST)

સુરત-વલસાડ વચ્ચે માલગાડીનો ડબ્બો પાટા પરથી ઉતરી જતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો

Between Surat-Valsad goods coach derailed,
Between Surat-Valsad goods coach derailed,
 તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં પાટા પરથી ટ્રેન ખડી પડવાની ઘટના બની હતી. હવે સુરત વલસાડ વચ્ચે એક માલગાડીનો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. જેના કારણે આ રૂટ પર ટ્રેનોની અવરજવર પર અસર થઈ હતી. ખાસ કરીને અમદાવાદ મુંબઈ રૂટ પર દોડતી ટ્રેનોને મોટી અસર થઈ હતી. 
 
ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી તુરંત ટ્રેન થોભાવી દીધી
પ્રાપ્ત વિગતો પ્રમાણે બીલીમોરા નજીક ડુંગરી રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી માલગાડીનો ડબ્બો પાટા પરથી ઉતરી જતા થોડો સમય માટે રેલ્વે વ્યવહાર ખોટકાયો હતો. બીલીમોરા નજીકના ડુંગરી રેલ્વે સ્ટેશન પાસે ડાઉન લાઇન પરથી ગુડ્ઝ ટ્રેન મહારાષ્ટ્રના પુનાથી રાજસ્થાનના લુણી તરફ જઈ રહી હતી. જ્યાં આ ગુડ્ઝ ટ્રેન જ્યારે ડુંગરી રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થતાં જ ટ્રેનના એન્જીન પછીનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો પણ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી તુરંત ટ્રેન થોભાવી દીધી હતી. 
 
આ ઘટના અંગે રેલ્વે અધિકારીઓ તપાસ આરંભી 
ઘટનાની જાણ થતાં રેલ્વે ના અધિકારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ટ્રેક પરથી ડીરેલ થયેલ બોગીને બાકીની ટ્રેન ને છુટી કરી ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ડાઉન લાઈનનો ટ્રેન વ્યવહાર થોડા સમય માટે ખોરંભાયો હતો. ડીરેલ થયેલ બોગી ને હટાવાની કામગીરી રેલ્વે તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આ ઘટના અંગે રેલ્વે અધિકારીઓ તપાસ આરંભી છે.