બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 6 ઑગસ્ટ 2023 (09:30 IST)

ગુજરાતના 87 રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટનું ભૂમિ પૂજન

railway station
અમદાવાદ ડિવિઝનના 09 સહિત ગુજરાતના 87 રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટનું વડાપ્રધાન મોદીના હસ્તે આજે ભૂમિ પૂજન થશે.

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 1309 જેટલા રેલવે સ્ટેશનને આધુનિક સુવિધા સાથે રીડેવલપ કરાઈ રહ્યાં છે. જેના અંતર્ગત ગુજરાતમાં કુલ 120 જેટલા રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ થશે. અમદાવાદ રેલવે ડિવિઝનના 16 જેટલા રેલ્વે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ થશે. 

કેટલા રેલવે સ્ટેશન રિડેવલપ થશે
આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્ય પ્રદેશમાં 34, આસામમાં 32, ઓડિશામાં 25, 22 સ્ટેશનો છે. પંજાબ અને ગુજરાતમાં 21-21,  તેલંગાણામાં 20, ઝારખંડમાં 20, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સ્ટેશનો છે.