શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (16:33 IST)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં મોટા નિર્ણયો, અનેક કુદરતી આફતોમાં ચૂકવાતી સહાયમાં વધારો

આજે મુખ્યમંત્રીના નવા કેબિનેટની બેઠક થઈ હતી. જેમા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય આપવાના ધારા ધોરણમાં વધારો કરવામાં આવ્યો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં ભારે વરસાદને કારણે થયેલા નુકશાનની ચર્ચા કરવામાં આવી હતી. જીતુ વાઘાણીએ કેબિનેટમાં લીધેલા નિર્ણયોની માહિતી આપી છે. આ નિર્ણયો મુજબ... 
 
- સોમ,મંગળ અને બુધવારે અધિકારીઓ અને મંત્રીઓને ફરજિયાત સચિવાલયમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે.
-  દૂધાળા પશુનું મૃત્યુ થશે 30 હજારને બદલે રૂ.50000 અને ઘેટા-બકરાના મોત થશે તો 3000ને બદલે 5000 મળશે.
- કુદરતી આફતોમાં ચૂકવાતી સહાયમાં વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘર વખરીના નુકસાન બદલ 3800ના બદલે 7000 અને ઝૂંપડાવાસીઓને 4100ને બદલે રૂ.10,000ની સહાય મળશે.
 
આજરોજ મળેલી કેબિનેટ બેઠકમાં અધિકારીઓ, મંત્રીઓને મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ કેબિનેટમાં મંત્રીઓને સોમવાર, મંગળવાર, અને બુધવારે ગાંધીનગર હાજર રહી લોકોને પ્રશ્નો સાંભળવા સૂચના આપી છે. જ્યારે અધિકારીઓને સોમવારે અને મંગળવારે ઓફિસમાં હાજર રહેવા સૂચના આપી છે. આ દિવસે તેમને કોઇ પણ કાર્યક્રમ ન યોજવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જીતુ વાઘાણીએ જણાવ્યું કે પુરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્યમંત્રી પોતે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી નુકશાનની આકારણી કરી છે. રાજ્ય સરકાર દ્વારા રૂ. 13492 કરોડ શહેરી વિકાસના બજેટમાં ફાળવેલા છે તેની તેમજ રૂ. 4612 કરોડ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફાળવાયા છે.