રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (11:36 IST)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કરશે મોટા ફેરફારો, તમામ વિભાગના અધિકારીઓની થશે બદલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓને અધિકારીઓની બદલીની યાદી આપી દેવાઇ હોવાનું સૂત્રો જણાવે છે. 
 
ભૂપેન્દ્ર પટેલ પોતાની પાસેના વિભાગોમાં અધિકારીઓની બદલી-નિયુક્તિ કરશે. માત્ર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા આમાં અપવાદ રહેશે, CMના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીને આ હવાલો સોંપાઇ શકે છે. તે સિવાય શિક્ષણ, નાણાં, કૃષિ, મહેસૂલ, આરોગ્ય, પંચાયત, નર્મદા અને પાણી પૂરવઠા જેવાં મહત્ત્વના વિભાગોમાં બદલીઓ થવાની શક્યતા છે.