મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 24 જુલાઈ 2020 (14:32 IST)

પાટીદાર V/S પાટીલ: સીઆર પાટીલના સ્વાગત બેનર પર કાળી શ્યાહી લગાવાઇ, પાટીદારોમાં વિરોધ

આજે નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર સુરત આવી રહ્યા છે. જેને લઈને તેમના સ્વાગતમાં કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે તેમના સ્વાગતમાં ઠેર-ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે.
 
રાત્રી દરમિયાન કેટલાક ઈસમો દ્વારા બેનરના વડાપ્રધાન, મુખ્યમંત્રી, સી.આર પાટીલ સહિતના ભાજપના નેતાઓના ચહેરા પર કાળી શાહી લગાવવામાં આવી છે. સી.આર પાટીલના કાર રેલીના રૂટ પર લગાવાયેલા બેનર પર કાળી શાહી લગાવવામાં આવી હતી. ઉપમુખ્યમંત્રી નિતીન પટેલના ચહેરા પર શાહી ન લગાવવામાં આવતા પટેલ અને પાટીલ વચ્ચે કોલ્ડ વોર થઇ રહ્યું હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે. 
 
તો આ તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલને હાર્દિક અભિનંદન આપતા બેનરમાં સમસ્ત લેઉવા પાટીદાર સમાજનો ઉલ્લેખ કરાતાં પાટીદાર યુવકોમાં રોષ ફાટી નિકળ્યો છે. સમસ્ત લેઉવા પાટીદાર સમાજ ના નામે અભિનંદન આપતા બેનર ઉપર સોશિયલ મીડિયામાંપાટીદાર યુવકો વિરોધ નોંધાવી રહ્યા છે.
 
તમને જણાવી દઈએ કે ભાજપ પ્રમુખના સ્વાગતમાં સુરતમાં કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર રેલીના માર્ગ ઉપર સમસ્ત લેઉવા પાટીદાર સમાજના નામે પણ બેનર લગાવવામાં આવ્યું છે. આ બેનરનો વિરોધ દર્શાવતા પાટીદાર યુવક પંકજ ધામેલિયાએ સમાજના પ્રમુખને ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં નેતાઓની ચાપલુસી માટે સમાજના નામનો ઉપયોગ બંધ કરવાનું જણાવીને એવો સવાલ કરવામાં આવ્યો છે કે કોને પુછીને સમાજનું નામ લખવામાં આવ્યું છે