સોમવાર, 13 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 24 નવેમ્બર 2021 (15:11 IST)

રાજકોટની શિવાંગીએ લગ્નના દિવસે દુલ્હનના વેશમાં જ આપી એક્ઝામ, વાયરલ થયો વીડિયો

એક સમય હતો જ્યારે છોકરીઓ માટે લગ્નનો દિવસ સૌથી મહત્વનો દિવસ રહેતો હતો. પણ સમય સાથે મહિલાઓએ પોતાની પ્રાથમિકતાઓ પણ બદલી લીધી છે અને ગુજરાતની આ દુલ્હન એ શ્રેણીની ઉલ્લેખનીય મહિલાઓનુ એક અણમોલ ઉદાહરણ છે. રાજકોટની શિવાંગી પોતાના લગ્નના દિવસે જ લગ્નના લહેંગામાં અને ફુલ મેકઅપની સાથે બગથારિયા 5મા સેમેસ્ટરની પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પહોંચી અને રસ્તામાં અનેક લોકોના દિલ જીતી લીધા. લોકો એ જોઈને ખૂબ જ હેરાન થઈ રહ્યા હતા કે એક દુલ્હન પોતાના લગ્નના દિવસે જ પરીક્ષા આપવા આવી છે. 

 
ઈસ્ટાગ્રામ પર શેયર કરવામાં આવેલ એક વીડિયોમાં શિંવાગીનો એક ખૂબ સૂરત લહેંગો, દુલ્હનની જ્વેલરી અને મેકઅપમાં પરીક્ષા લખતી જોઈ શકાય છે. તે પરીક્ષા હોલમાં હાજર અન્ય વિદ્યાર્થીઓની સાથે પૂરી એકાગ્રતા સાથે બેસીને પોતાનુ પેપર લખતી જોવા મળી રહી છે. 

વીડિયોને  5 લાખથી વધુ વાર જોવામાં આવી ચુક્યો છે અને અનેક લોકો તેના પર કમેંટ્સ કરી ચુક્યા છે. વીડિયોને લઈને લોકોના જુદા જુદ વિચાર છે. કેટલાક લોકોએ શિંવાગીની ભાવનાની પ્રશંસા કરી છે તો કેટલાક લોકોએ એક્ઝામ હોલમાં વીડિયોને લઈને સવાલ ઉભો કર્યો છે.  એક યુઝરે કહ્યુ કે મેકઅપ તો એક્ઝામ પછી પણ થઈ શકતો હતો તો એક યુઝરે લખ્યુ અભ્યાસની જડ કડવી છે પણ ફળ ખૂબ મીઠુ છે.