શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સુરત : , સોમવાર, 23 ડિસેમ્બર 2019 (17:22 IST)

સૂરતમાં આડાસંબંધનો આવ્યો કરૂણ અંજામ, દિયરે ગુમાવ્યો જીવ

સુરતમાં આડાસંબંધમાં કૌટુંબિક દિયરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. દિયરે પોતાની સાથેના અંગત ફોટોગ્રાફ્સ વાયરલ કરવાની ધમકી આપતા ભાભીએ તેને ગળેટૂંપો આપીને માથું દીવાલ સાથે અથડાવીને હત્યા કરી નાખી હતી. આ મામલે પીડિત યુવકની 35 વર્ષીય ભાભી રામકુમારી યાદવની ધરપકડ કરવામાં આવી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે સમગ્ર મામલો સામે આવ્યો છે.
 
 
પાંડેસરા વડોદગામે ગણેશનગર-2માં રૂમ નંબર-3માં રહેતા અને કલરકામની મજૂરી કરતા 18 વર્ષીય વિનય યાદવની 21મી તારીખે સવારે રૂમમાંથી લાશ મળી હતી. યુવકને માથાના ભાગે ઈજાઓ હતી. જેના કારણે પોલીસે ફોરેન્સીક પીએમ કરાવ્યું હતું. જેમાં વિનય યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં પોલીસે જણાવ્યું કે મરણજનાર એકાદ વર્ષ પહેલા સુરતમાં પાંડેસરા વિસ્તારમાં તેના કૌટુબિકભાઈ શિવપૂજન અને ભાભી રામકુમારી સાથે રહેતો હતો. તે વખતે ભાભી જોડે તેના આડાસંબધો હતા. ત્યાર પછી વિનય વતન ચાલી ગયો હતો. છેલ્લા 3 મહિનાથી વિનય વતનથી સામેના રૂમમાં અલગ રહેતો હતો. મૃતક વિનય યાદવે તેની ભાભીને અગાઉના તેની સાથેના સેલ્ફી ફોટો મોબાઇલમાં પાડયા હતા. તે ફોટો સોસીયલ મિડીયા પર મુકી દેવાની ધમકી આપી ભાભી સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો. બીજી તરફ મહિલાના પતિને પણ આ બાબતે શંકા ગઈ હતી. મહિલાને એ‌વુ હતું કે કદાચ આ ફોટા જો મારો પતિ જોઇ લેશે તો તે આત્મહત્યા કરી લેશે અને પછી પરિવાર સાથે જિંદગી કેવી રીતે ગુજારવી તેવું તેના મનમાં હતું. જેના કારણે કંટાળી રામકુમારીએ તેના કૌટુંબિક દિયર વિનય યાદવની હત્યા કરી નાખી હતી.
 
 
મૃતક વિનય યાદવે અગાઉ તેની ભાભી સાથે વાંધાજનક હાલતમાં સેલ્ફી ફોટો મોબાઇલમાં પાડ્યાં હતાં. આ ફોટો સોશિયલ મીડિયામાં મૂકી દેવાની ધમકી આપી ભાભી સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. બીજી તરફ મહિલાના પતિને પણ આ બાબતે શંકા ગઈ હતી. મહિલાને એ‌વું હતું કે કદાચ આ ફોટા જો તેનો પતિ જોઇ જશે તો તે આત્મહત્યા કરી લેશે. પતિ આપઘાત કરી લેશે તો પરિવાર સાથે જિંદગી કેવી રીતે ગુજારવી તેવા વિચારો આવવા લાગ્યા હતા. આ કારણે તેણી વિનયને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો
 
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મૃતક વિનય અને મહિલા એક જ જગ્યાએ નોકરી કરતા હતા. જ્યાં વિનયનું કોન્ટ્રાક્ટર સાથે સેટિંગ હતું. આથી તે દિવસની પાળીમાં નોકરી કરતો હતો અને મહિલાના પતિને રાત પાળીમાં નોકરી આપતો હતો. મહિલાનો પતિ નોકરી પર જાય ત્યારે તે તેના ભાભી પાસે પહોંચી જતો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.