સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 30 ડિસેમ્બર 2023 (13:25 IST)

જામનગરના બેડી વિસ્તારમાં ભૂમાફિયા રજાકના બંગલા પર બુલડોઝર ફેરવી દેવાયુ

Bulldozer on Bhumafia Ratjak's bungalow
Bulldozer on Bhumafia Ratjak's bungalow
જામનગરના બેડી વિસ્તારમાં સરકારી ખરાબામાં 26 વર્ષ પહેલાં જમીન પર કબજો કરી બંગલો બનાવનાર ભૂમીફિયાના ગેરકાયદેસર દબાણ પર જામનગર પોલીસ સહિતની વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. આજે વહેલી સવારે તંત્ર દ્વાર સરકારી જગ્યા પર 26 વર્ષ પહેલાં ગેરકાયદેસર રીતે કબજો કરી બનાવેલ બંગલા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

જામનગર શહેરમાં જુગારનો અડ્ડાથી લઈને સામાન્ય લોકોને રંજાડીને ખૂનની કોશિશ, મારામારી જેવા અસંખ્ય ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત ગુનેગાર રજાક સાઇચાનાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર બંગલો બનાવીને કબજો કરેલ બંગલો પર આજે વહેલી સવારે તંત્ર દ્વારા પોલીસવડા પ્રેમસુખ ડેલુની હાજરી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પોલીસ કહ્યું કે, ‘રજાક સાઈચા અને તેના પરિવાર વિરૂદ્ધ જામનગર જિલ્લામાં ખુનની કોશિશ, રાયોટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવા, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, જુગાર, પ્રોહિબિશન જેવા અંદાજિત 50 કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલ છે.’આવી અસામાજીક પ્રવુતિઓ કરતા ગુનેગાર વિરૂદ્ધ કાર્યવાહી થતા ગુંડાઓમાં ભયનો માહોલ અને જામનગરની પ્રજામાં હર્ષ સાથે સંતોષની લાગણી પ્રસરી ગયેલ છે, આજે આ ઓપરેશન દરમિયાન એસ.પી.સાથે જામનગર શહેર DYSP જયવીરસિંહ ઝાલા, એલસીબી અને ત્રણેય ડીવીઝનના પોલીસ ઇન્સ્પેકટરો સહિતની મોટી પોલીસ ટીમ સ્થળ પર હાજર રહી હતી.