ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 ઑગસ્ટ 2022 (15:11 IST)

માંગરોળમાં આમ આદમી પાર્ટીની મિટિંગમાં બળદગાડું ઘૂસ્યુ, 20 જેટલી ખુરશીઓ તૂટી

જૂનાગઢના માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની મિટિંગ ચાલી રહી હતી. આ દરમિયાન ચાલુ મિટિંગમાં બળદગાડું ઘૂસી આવ્યું હતું. જેથી અફરાતફરી મચી હતી. મિટિંગમાં માઈક ચાલુ થતા બળદ ભડક્યા હતા. જેના કારણે બળદ મિટિંગમાં ઘૂસી આવ્યાં હતા. આ બળદગાંડામાં 6થી7 લોકો બેઠા હતા. સદનસીબે જાનહાની ટળી હતી. જોકે, 15 જેટલી ખુરશીઓ તૂટી હતી.

જૂનાગઢના માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની ચાલુ મિટિંગમાં બળદ ગાડું ઘૂસતા અફરાતફરી મચી હતી. આમ આદમી પાર્ટીની મિટિંગમાં બેસવા માટેની ખુરશીઓ તૂટી હતી. આ બળદ ગાડામાં પશુઓ માટેનો ઘાસચારો તેમજ 6 થી 7 લોકો બેઠા હતા. સદનસીબે કોઈ જાન હાની થઈ ન હતી. મિટિંગમાં માઈક ચાલુ થતાં રસ્તા પરથી પસાર થતા બળદગાડાંના બળદો ભડક્યાં હતા. જેથી બળદો સભામાં ઘૂસી જતા નાશ ભાગ મચી હતી.તાજેતરમાં અમદાવાદના એસજી હાઈવેના ઝાયડસ બ્રિજ પર અચાનક ભેંસ આવી જતા બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રક પલટી ગઈ હતી. જેથી ડ્રાઈવરને ઈજા પહોંચતા સોલા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે.