ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 નવેમ્બર 2022 (10:29 IST)

બીજા તબક્કાની ચૂંટણીમાં ક્રિમિનલ બેકગ્રાઉન્ડવાળા કેન્ડિડેટ કોંગ્રેસમાં સૌથી વધુ, જાણો અન્ય પક્ષની સ્થિતિ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ADR દ્વારા બીજા તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો કર્યો છે. ગુજરાત ઈલેક્શન વોચ અને ADR દ્વારા ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાના 93 વિધાનસભા મતક્ષેત્રમાં ચૂંટણી લડનાર તમામ 833 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. બીજા તબક્કામાં ચૂંટણી લડતા કુલ 833 ઉમેદવારમાથી 163 એટલે કે 20% ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

ઉમેદવારોના સોગંદનામા મુજબ વર્ષ 2017માં બીજા તબક્કામાં ઊભા રહેલા 822 ઉમેદવારમાંથી 101 એટલે કે લગભગ 12% ઉમેદવારો ક્રાઈમ રેકોર્ડ ધરાવતા હતા.આ વખતની ચૂંટણીમાં જે 163 ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો છે તેમાંથી 92 એટલે કે 11% સામે ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે, આ આંકડો વર્ષ 2017ની ચૂંટણી વખતે 64 હતો એટલે કે લગભગ 8% હતી.પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા કુલ 788 ઉમેદવારમાથી 167 એટલે કે 21% ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ જે 167 ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો છે તેમાંથી 100 એટલે કે 13% સામે ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે.