સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 નવેમ્બર 2023 (12:35 IST)

અમદાવાદમાં ગેરકાયદે ચલાવતા કોલ સેન્ટરો પર સીબીઆઈએ તવાઈ બોલાવી, 13 સંચાલકો સામે ફરિયાદ

call centers
અમદાવાદમાં ગેરકાયદે ચલાવતા કોલ સેન્ટરો પર સીબીઆઈએ તવાઈ બોલાવી છે. અમદાવાદ ખાતેથી કોલ સેન્ટરો ચલાવી વિદેશના નાગરિકોને ટાર્ગેટ કરતા છેતરપિંડીકારો પર CBIએ કાર્યવાહી કરી છે. CBIએ  કોલ સેન્ટર કંપનીના 13 સંચાલકો સામે ફરિયાદ નોંધી છે.

અમદાવાદમાં કોલ સેન્ટને લઇ CBI એક્શન મોડમાં જોવા મળી રહી છે. CBIએ  કોલ સેન્ટર કંપનીના 13 સંચાલકો સામે ફરિયાદ નોંધી છે. IP એડ્રેસ અને ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ માટે વિશેષ ટીમ પણ બનાવાઇ છે. કોલ સેન્ટર ચલાવીને અમેરિકાના નાગરિકોને ટેક્ષ ભરવાના નામે રૂપિયા 157 કરોડની છેતરપિંડી આચરી છે. જે કોલ સેન્ટર કંપનીના 13 જેટલા સંચાલકો સામે સીબીઆઇએ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના નવરંગપુરા દિનેશ હોલ પાસે આવેલા શ્રેયસ કોમ્પ્લેક્ષ 3માં આવેલી સંપર્ક સોફ્ટેક પ્રા.લિના ગૌરવ ગુપ્તા, પ્રવિણ અન અન્ય લોકો દ્વારા અમેરિકામાં વીઓઆઈપીની મદદ કોલ કરીને ઓનલાઈન લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ધમકાવી ડરાવીને આ કામ કરવામાં આવતું હોવાનું પણ જાણવા મળ્યુ છે.અત્રે જણાવીએ કે, સમગ્ર મામલે CBIને ઈનપુટ મળ્યા હતા જેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.