સોમવાર, 14 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 21 નવેમ્બર 2021 (12:58 IST)

રાજ્યમાં વધુ 50 પાકિસ્તાની હિંદુ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર

જ્યમાં વધુ 50 પાકિસ્તાની હિંદુ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયું છે. અમદાવાદ કલેક્ટરના હસ્તે ગઇ કાલે 50 પાકિસ્તાની હિંદુ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયું. તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં કુલ 918 પાકિસ્તાની હિંદુ અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અપાયું છે. 7 વર્ષથી ભારતમાં રહેતા પાકિસ્તાની હિંદુઓને નિયમ મુજબ આ ભારતીય નાગરિકતા અપાય છે.
 
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 1 હજાર નાગરિકોને અપાઇ છે ભારતીય નાગરિકતા
ઉલ્લેખનીય છે કે, દેશમાં નાગરિકતા કાયદાને લઇને ભારે હોબાળો મચી ગયો છે પરંતુ ભારતની નાગરિકતા માટે વર્ષોથી રાહ જોઇને બેઠેલા અંદાજે એક હજાર મહિલા પુરુષોને ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં નાગરિકતા મળી. માત્ર અમદાવાદમાં જ સૌથી વધારે લોકોને નાગરિકતા હાંસલ થઇ છે. જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાનના લઘુમતી સમુદાયની મહિલા પુરુષ સામેલ છે.