શુક્રવાર, 20 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 21 નવેમ્બર 2021 (12:54 IST)

રાજકોટ: રૂપાણીનાં ગઢમાં પાટીલ પાવર

ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટ પ્રવાસે છે. જ્યાં તેમણે આજે પાટીદાર આંદોલનને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, પાટીદાર આંદોલનના ઘણા કેસો પાછા ખેંચાયા છે અને 78 જેટલા કેસ ખેંચવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.આ ઉપરાંત તેમણે કહ્યું, રાજકોટ શહેર ભાજપનું સંગઠન મજબૂત છે.  આગામી ચૂંટણીને લડતાં પડકારો આવશે તે ઝીલવા તૈયાર છે. આવનારી ચૂંટણીઓ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાનીમાં જ લડવામાં આવશે
 
સી.આર. પાટીલે કહ્યું, મોહન કુડારિયા ક્યાં ગયા. મોહન કૂડારિયાએ કહ્યું આ રહ્યો. રાજકોટ આવેલા સી.આર. પાટીલે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરના ભાજપમાં જોડાશે કે નહીં તે પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમરીશ ડેર પહેલા ભાજપના કાર્યકર હતા. અમરીશ ડેરને પહેલા ભાજપના કાર્યકર હતા. મેં એમને કોઈ આમંત્રણ આપ્યું નથી. મારા વશમાં છે ત્યાં સુધી અમે કોઈ કોંગ્રેસીઓને લેવા તૈયાર નથી.રાજકોટમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર પાટીલના કાર્યક્રમ પર સૌરાષ્ટ્રભરના રાજકીય આગેવાનોની નજર છે.