દેશની સૌથી મોટી કેમિકલ ડિઝાસ્ટર મોકડ્રીલ ગુજરાતમાં યોજાશે
છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન દ્વારા દેશના વિવિધ ભાગોમાં હુમલા કરવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં કેમિકલ પ્લાન્ટ ધરાવતા વિવિધ જીલ્લામાં કેમિકલ ડિઝાસ્ટર મોકડ્રીલ નું આયોજન સૌપ્રથમવાર ગુજરાત ખાતે કરવામાં આવી રહ્યું છે. ઘણા કેમિકલ અત્યંત જ્વલનશીલ હોય છે. અને નાની અમથી ગફલત મોટી હાનિ સર્જી શકે તેમહોય છે. તો આ અંગે જાગૃતિ કેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં જુદાજુદા 6 જીલ્લામાં કેમિકલ બ્લાસ્ટ મોકડ્રીલ નું આયોજન કરવામાં આવશે. રાજ્યના 6 જિલ્લાઓમાં GSDMA અને NDMAના સંયુક્ત ઉપક્રમે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સવારે 9 કલાકે 6 જિલ્લાઓમાં કેમિકલ બ્લાસ્ટ મોકડ્રીલનું આયોજનકરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, વાપી, ભરૂચ, જામનગર,અંકલેશ્વર અને વલસાડ ખાતે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં સૌપ્રથમવાર આ રીતની કેમિકલ બ્લાસ્ટ મોકડ્રીલનું આયોજન થવા જઇ રહ્યું છે. જેમાં કેમિકલ બ્લાસ્ટ થાય તો કેવી રીતે બચી શકાય, સાવચેતીના પગલાં શું ભરી શકાય વિગેરે ની સમજણ આપવામાં આવશે. આ કેમિકલ બ્લાસ્ટ મોકડ્રીલ માં NDRF, ફાયર, આર્મી, એરફોર્સ જેવા તમામ વિભાગોનો સ્પોર્ટ લેવામાં આવશે. સાથે સાથે પોલીસ અને મેડિકલ ટીમ પણ કાર્યરત રહેશે. અમદાવાદમાં ઓઢવ, નરોડા, સાણંદ જેવા જીઆઇડીસી વિસ્તારોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. તો સુરતમાં હજીરામાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે.