ગુરુવાર, 4 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (12:44 IST)

રાજકોટમાં બે એસટી બસનો ગોઝારો અકસ્માતઃ 5ના મોત, 40થી વધુ ઘાયલ

Rajkot news
રાજકોટના વાંકાનેર પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. વાંકાનેરના ખેરવા પાસે 2 એસટી બસ વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા, જ્યારે 40થી વધુ લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હાલ આ તમામ ઈજાગ્રસ્તોને રાજકોટ- વાંકાનેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આજે સવારે વાંકાનેર રાજકોટ રૂટની એસટી બસને ખેરવા પાસે આવેલ ગોળાઇમાં સામેથી આવતી બીજી એસટી બસ સાથે અથડાતાં અંદાજિત 40 થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજા થયેલ છે . અને 5ના મોત છયા છે. ઘાયલોને વાંકાનેર સરકારી હોસ્પિટલ તેમજ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.એસટી બસના બંને ડ્રાઈવરો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી એક ડ્રાઈવરને તો બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી છે. આ ગંભીર અકસ્માતની જાણ થતા વાંકાનેર એસટી ડેપોના અધિકારીઓ બનાવ સ્થળે હાજર થઈ ગયા હતા. તેમજ ગ્રામજનોએ આવી ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં સ્થાનિકો સહિત તંત્ર કામે લાગી ગયુ હતુ.