રવિવાર, 19 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : રવિવાર, 21 જાન્યુઆરી 2024 (11:13 IST)

ઠંડીમાં ઠુંઠવાયું ગુજરાત, ગાંધીનગર લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું

weather news gujarat
- લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું
- 12 શહરોમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછુ નોંધાયો
 
Weather news - રાજ્યમાં ઠંડી શરૂ થઈ ગઈ છે. જેમાં 12 શહરોમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછુ નોંધાયો છે. તે સિવાય સૌથી ઓછુ તાપમાન ગાંધીનગર અને ડિસામા 9 ડિગ્રી છે. અમદાવાદ અને નલિયામા તાપમાન 10 ડિગ્રી છે. તેમજ કંડલા, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાન 12 ડિગ્રી છે.

 
કચ્છના નલિયામાં ઠંડીનો પારો 8.4 ડિગ્રી પર પહોંચ્યો,,, રાજકોટમાં 10.6 તો ડીસામાં 11.1 ડિગ્રી નોંધાયું તાપમાન.  તાપમાનનો પારો 1થી 2 ડિગ્રી ઘટતા ઠંડી વધી છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 8.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યો છે.પરંતુ આ બાદ વરસાદ આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહી છે.  

કચ્છમાં ઠંડીનું મોજું જોવા મળી રહ્યું છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. પરંતુ આગામી 48 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. બે દિવસ બાદ ઠંડીની તીવ્રતા વધશે. હાલમાં રાજ્યમાં પવનની ગતિ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર-પૂર્વ તરફ છે. 
 
ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું