રવિવાર, 19 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (16:00 IST)

મોતિયાના ઓપરેશન બાદ 17 લોકોની આંખ રોશની ગઈ

- ઓપરેશન બાદ 17 લોકોની રોશની ગઈ! 
- માંડલમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન

Ahmedabad Cataract Operation- અમદાવાદ ગ્રામ્યમાં આંખની હોસ્પિટલની એક ગંભીર બેદકારી સામે આવી છે. જ્યાં મોતિયાના ઓપરેશન (Cataract Operation) કર્યા બાદ 17  જેટલા દર્દીઓને આંખમાં સોજા અને ઈન્ફેક્શન થયું હોવાની ફરિયાદ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયું હતું.
 
માંડલમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17થી વઘુ દર્દીઓને આડઅસર થઈ છે. 18 લોકોના મોતિયાના ઓપરેશન કરવામા આવ્યા હતા. ઓપરેશન બાદ 5 લોકોને આંખની વધુ તકલીફો થઈ હતી. તમામ દર્દીઑ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ જિલ્લાના છે.
 
માંડલ ખાતેની ટ્રસ્ટની હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર હેઠળ છે. દર્દીઓને આંખથી દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી છે. સિવિલ હોસ્પીટલના આંખના તબીબો માંડલ ખાતે પહોંચ્યા છે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં પાંચ દર્દીઓને ખસેડવામાં આવ્યા છે. જેમાં 3 મહિલાઓ અને 2 પુરૂષોને હાલ સિવિલ આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ તમામ દર્દીઓની સારવાર શરૂ કરવામા આવી છે.