ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 5 જુલાઈ 2021 (08:42 IST)

ભગવાન વિષ્ણુનો અવતાર હોવાનો દાવો, ''વિશ્વમાં હું પાણીનો, બરફનો અને વરસાદનો ભયંકર દુષ્કાળ પાડવાનો છું."

પોતે 'કલ્કિ' અવતાર હોવાનો દાવો કરનાર ગુજરાત સરકારના એક પૂર્વ કર્મચારી રમેશચંદ્ર ફેફરેએ માંગ કરી છે કે તેમને ગ્રેજ્યુટી જલદીથી આપવામાં આવે નહીતર હું દિવ્યશક્તિઓનો ઉપયોગ કરી આવર્ષે દુનિયામાં ભયંકર દુષ્કાળ પાડીશ. 'અવતાર' હોવાનો દાવો કરી લાંબા સમય સુધી ઓફિસથી એબ્સેંટ રહેવાના કારણે રમેશચંદ્રને સરકારી સેવામાંથી પહેલાં જ નિવૃત કરી દેવામાં આવ્યા હતા. 
 
જળસંપતિ વિભાગના સચિવને એક જુલાઇને લખેલા પત્રમાં રમેશચંદ્ર ફેફરેએ કહ્યું કે 'સરકારમાં બેઠેલા રાક્ષસ' તેમની '16 લાખ રૂપિયાની ગેજ્યુટી અને એક વર્ષનો પગાર 16 લાખ રૂપિયા અટકાવીને તેમને પરેશાન કરી રહ્યા છે. રમેશચંદ્ર ફેફરેએ કહ્યું કે તેમને જે 'પરેશાન' કરવામાં આવી રહ્યા છે તેના કારણે તે 'ધરતી પર ભીષણ દુકાળ' લાવી શકે છે કારણ કે તે ભગવાન વિષ્ણુના દસમો અવતાર છે. રમેશચંદ્ર ફેફર રાજ્ય સરકારના કલાસ 1 અધિકારી રહી ચૂક્યા છે. સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સીમાં અધિકારી રહી ચૂક્યા છે. વડોદરામાં અધિક્ષક ઈજનેર તરીકે હતા. 
 
આઠ મહિનામાં ફક્ત 16 દિવસ ઓફિસ આવવા માટે તેમને 2018માં કારણ દર્શક નોટીસ ફટકારવામાં આવી હતી. જળસંપતિ વિભાગના સચિવ એમ કે જાદવે કહ્યું કે 'રમેશચંદ્ર ઓફિસ આવ્યા વિના પગારની માંગ કરી રહ્યા છે. તે કહી રહ્યા છે કે તેમને ફક્ત એટલા માટે પગાર આપવો જોઇએ કારણ કે તે 'કલ્કિ' અવતાર છે અને ધરતી પર વરસાદ લાવવા માટે કામ કરી રહ્યા છે. જાદવે કયું કે તે 'મૂર્ખતા' કરી રહ્યા છે. મને તેમનો પત્ર મળ્યો છે જેમાં તેમણે ગેજ્યુટી અને એક વર્ષના પગારનો દાવો કર્યો છે. તેમને ગ્રેજ્યુટીનો મામલો પ્રક્રિયામાં છે. 
 
ગત વખતે જ્યારે તેમણે દાવો કર્યો તો તેમના વિરૂદ્ધ તપાસ શરૂ કરવામાં આવી. તેમની માનસિક સ્થિતિને જોતાં સરકારે તેમને સમય કરતાં પહેલાં નિવૃત કરી દીધા. ફેફરેએ પત્રમાં એ પણ દાવો કર્યો કે 'કલ્કિ' અવતારના રૂપમાં ધરતી પર તેમના હાજર રહેવાના લીધે બે વર્ષોમાં ભારતમાં સારો વરસાદ થયો છે. તેમણે કયું કે 'દેશમાં એક વર્ષ પણ દુકાળ પડ્યો નથી. ગત 20 વર્ષમાં સારા વરસાદના લીધે ભારતને 20 લાખ કરોડનો ફાયદો થયો. તેમછતાં સરકારમાં બેઠેલા રાક્ષસ મને પરેશાન કરી રહ્યા છે. આ કારણે હું આ વર્ષે આખી દુનિયામાં દુકાળ લાવીશ. હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું અને મેં સતયુગમાં પૃથ્વી પર રાજ કર્યું છે.