શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 નવેમ્બર 2023 (12:28 IST)

ડભોઈમાં યુવક ગુમ થયો હોવાથી બે જૂથો વચ્ચે ઘર્ષણ, ખેડાવાડ ફળિયું પોલીસ છાવણીમાં ફેરવાયું

Clash between two groups as youth goes missing in Dabhoi
Clash between two groups as youth goes missing in Dabhoi
ડભોઇના ખેડાવાડ ફળિયામાં એક યુવાન બે દિવસથી લાપતા થતાં માહોલ ગરમાયો છે. આ મામલે બે દિવસ અગાઉ જાણવા જોગ ફરિયાદ નોંધાઇ છે.જેને લઇ બે ટોળા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે. પોલીસની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર વિસ્તામાં કોમ્બિંગ હાથ ધરીને સ્થિતિ પર કાબુ કરી લીધો છે.ડભોઈનો ખેડાવાળ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.

પોલીસે અફવાઓથી દૂર રેહવા અપીલ કરી હતી અને હાલમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઈના ખેડાવાડ ફળિયામાં રહેતો યુવક બે દિવસથી ગુમ થયો છે. એક યુવતી પણ ગુમ થઈ હતી અને બાદમાં સવારે પરત આવી ગઈ હતી. આ યુવક ગુમ થયો હોવાની જાણવા જોગ ફરિયાદ ડભોઈ પોલીસ મથકમાં નોંધાઇ છે. આ ઘટનાને લઈ ગત રોજ અચાનક બે જૂથો વચ્ચે અથડામણ જેવી સ્થિતિ ઉદ્ભવતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબુમાં લીધી હતી. આ મામલે ડીવાયએસપી, પીએસઆઇ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.ડીવાયએસપી આકાશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ફળિયાનો ફરદીન શેખ નામનો યુવક બે દિવસથી ગુમ છે તેની જાણવા જોગ ફરિયાદ ડભોઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ વ્યક્તિના ઘરે જે તે સંબંધીઓ ભેગા થયેલા અને તે સમયે મિસ બ્રિફિંગ થતા ટોળા વળી ગયા છે અને પથ્થરમારો થયો છે.પોલીસ બંદોબસ્ત પૂરતો હાજર છે. કોઈએ ખોટી અફવા કે સંદેશો ફેલાવવો નહીં. જો કોઈ પણ એવું માહિતી હોય તો ડભોઈ પોલીસનો તાત્કાલિક સંપર્ક કરો. પોલીસ દ્વારા ગુમ થયેલા છોકરાને શોધવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. દરેક દિશામાં ટીમો બનાવી તપાસ કરવાની કાર્યવાહી ચાલુ જ છે.