શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 જૂન 2021 (21:19 IST)

સીએમ એ 14 બસ સ્ટોપ નું લોકર્પણ કર્યું પણ કોરોના માં મૃત્યુ પામેલા 147 થી વધારે કર્મચારીઓ ને યાદ પણ ન કર્યા

એસ.ટી કમચારી મહા મંડળ એ નારાજગી દર્શાવી

કોરોનાની બીજી લહેરે ભારતમાં વિનાશ વેર્યો છે.  મહામારીમાં અનેક લોકોએ ઘણુ બધુ ભોગવવુ પડ્યુ છે. બીમારીને કારણે સ્વજનોને ગુમાવવા ઉપરાંત આર્થિક દ્રષ્ટિએ પણ લોકો પાયમાલ થયા છે.  હજી પણ કોરોના નો કહેર યથાવત છે.રાજ્યમાં કોરોના એ એવો હાહાકાર કરી નાખ્યો હતો જેમાં હોસ્પિટલમાં બેડ,ઓક્સિજન, દવાઓ અને ઈન્જેકશન ખૂટી પડ્યા હતા લોકો હોસ્પિટલમાં દાખલ થવા માટે લોકોને બીમારીમાં પણ પોતાના નંબરની રાહ જોતા હોસ્પિટલ ની બહાર 5-6 કલાક લાઈનો માં ઉભા રહેવુ પડ્યુ હતુ.  
 
સરકારે મોટાભાગની સાર્વજનિક સેવાઓ બંધ કરી દીધી હતી જેમા એસ.ટી વિભાગ ની પણ કેટલીક બસો રદ કરવામાં આવી હતી. જોકે બાકીની 50 ટકા ટ્રીપો કોરોના ના પીક  ટાઈમે પણ શરૂ હતી આ સમય ગાળા દરમિયાન એસ.ટી  નિગમ ના કર્મચારીઓ મહામારી દરમિયાન પણ પોતાની ફરજ નિભાવતા હતા.જેમાં અત્યાર સુધીમાં એસ.ટી વિભાગ ના 2000 કર્મચારીઓ સંક્રમિત થઈ ચૂક્યા  છે અને 147 જેટલા કર્મચારીઓ પોતાનો જીવ કોરોના ને કારણે ગુમાવ્યો છે. આ જીવ ગુમાવનાર એસ.ટી ના કર્મચારીઓને સરકાર તરફથી કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી. કોરોનામાં સેવા કરનારા આ કર્મચારીઓમાંથી અનેક લોકોનેપોતાના જીવનો પણ ભોગ આપવો પડ્યો છે. જેને લઈને ગુજરાત એસ.ટી કર્મચારી મહા મંડળ એ નારજગી વ્યક્ત કરી છે.
 
 
ગુજરાત એસ.ટી મહા મંડળ ના  પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી એ જણાવ્યું   કે સીએમ એ 14 બસ સ્ટોપ નું લોકર્પણ કર્યું અને તમામ એસ.ટી કર્મચારીઓ નો આભાર માન્યા જેનો અમને આનંદ છે પરંતુ તેઓ એ અમારા 147 કર્મચારીઓ કે જે કોરોના માં મૃત્યુ પામ્યા છે એમને યાદ પણ ન કર્યા એનું અમને દુઃખ છે .સાથેનિયમ અનુસાર અમને મોંઘવારી ભથ્થું મળવું જોઈએ. પરંતુ ગાંધીનગર માં બેઠેલા અધિકારી અલગ અલગ બહાના કાઢે છે.આજે સીએમ એ પોતાની સ્પીચ માં કહ્યું કે એસ.ટી એ લોકો ની સેવા માટે છે નફો હેતુ માટે નથી.તેમ છતાં આ અધિકારીઓ અમારી જોડે વાર્ષિક હિસાબ ની માહિતી માંગી ને અમને નુકસાની ની ભૂલો બતાવે છે અમારી એક જ અપીલ છે સરકાર અમારી મદદ કરે અને અમને આ ભથ્થું મળે.