બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 20 જૂન 2020 (15:13 IST)

વિજય રૂપાણી સીએમ બન્યાં ત્યારથી મેં મંત્રી પદની આશા છોડી દીધી હતી જાણો કોણે કહ્યું આવું.

રાજકોટમાં ભાજપના ઘારાસભ્ય હાઈકમાન્ડથી નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યાર બાદ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર ચર્ચાઓનો ખુલાસો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું ભાજપથી નારાજ નથી પરંતુ ખોટી અફવાઓ વહેતી થઈ છે. તેમણે એવું પણ કહ્યું હતું કે વિજય રૂપાણી સીએમ બન્યા બાદ મેં મંત્રીપદની આશા છોડી દીધી હતી અને ગાંધીનગરથી મારા બીસ્ત્રા પોટલા સંકેલી લીધા હતા. જે પણ કંઈ છું તે પાર્ટીના કારણે જ છું.

ગઈકાલે મતદાનમાં અમે ત્રણ ધારાસભ્ય 10 વાગ્યા સુધી વિજય રૂપાણી સાથે જ હતા અને 50 વર્ષમાં અનેક ચડાવ-ઉતાર જોયેલા છે. ગોવિંદ પટેલે દાવો કર્યો હતો કે હું 50 વર્ષથી રાજકારણમાં છું અને જનસંઘ વખતથી ભાજપ સાથે જોડાયેલો છું. જે વાત થઇ રહી છે તે અનઅધિકૃત અને પાયા વિહોણી છે. મહત્વનું છે કે ગોવિંદ પટેલ નારાજ હોવાની વાત આ બીજી વખત વહેતી થઇ છે. આ અગાઉ જિલ્લા કલેક્ટર ઓફિસમાં કામ ન થવાને કારણે પણ ગોવિંદ પટેલ નારાજ હોવાની વાત વહેતી થઇ હતી. ત્યારે હાઇકમાન્ડના દબાણથી ગોવિંદ પટેલે સ્પષ્ટતા કરી કે પછી અન્ય કોઇ કારણ તે સૌથી મોટો સવાલ છે.