સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (11:29 IST)

CMOના સચિવ બદલાયા- રાજ્યના નવા CMના સેક્રેટરી અને અધિક મુખ્ય સચિવ બદલાયા

રવિવારે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેર થઈ હતી અને સોમવારે તેઓએ શપથ લીધા. ત્યારબાદ અનેક ફેરફારો સરકારના મંત્રીમંડળ અને અધિકારીઓમાં થવાના એંધાણ હતા. 
 
આજે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) માંથી ચાર અધિકારીઓની બદલીના આદેશ આવ્યા છે.
 
મુખ્યમંત્રીના સચિવ તરીકે અશ્વિની કુમારના સ્થાને અવંતિકા સિંઘ (2003 બેચના IAS અધિકારી) ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટીમાં ડી.એચ.શાહ અને કમલ શાહના સ્થાને ડૉ. મોડીયા (2006 આઇએએસ અધિકારી) અને એન.એન.દવે ની નિમણુંક કરવામાં આવી છે.