શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (11:02 IST)

કોકા-કોલાના 'ઓરેન્જ જ્યુસ’ની M.R.P. વિનાની રૂા.૭.૬૧ લાખથી વધુ કિંમતની બોટલોનો જથ્થો કરાયો સીઝ

રાજ્યના તોલમાપ વિભાગ દ્વારા દરોડો પાડીને ખેડા જિલ્લાના ગોબલજ ખાતે આવેલ મલ્ટીનેશનલ કંપની કોકા-કોલા બ્રાન્ડેડની ‘‘મીનટ મેડ ઓરેન્જ જ્યુસ’’ની M.R.P. વિનાની અંદાજે રૂા.૭.૬૧ લાખથી વધુ કિંમતની ૨૧,૭૪૪ બોટલોનો જથ્થો કાયદેસરની કાર્યવાહી કરી સીઝ કરવામાં આવ્યો હતી. મલ્ટીનેશનલ કંપની કોકા - કોલા દ્વારા તેમના નિટ મેડ ઓરેંજ જ્યુસની ૪૦૦ મિ .લિ.ની બોટલ પર ધી પેકેઝડ કોમોડીટીઝ રૂલ્સ,૨૦૧૧ના નિયમોમાં જરૂરી મહત્તમ છૂટક વેચાણ કિંમત (M.R.P.)નો ઉલ્લેખ કર્યો ન હોવાથી તોલમાપ વિભાગના અધિકારીઓએ દરોડો પાડીને કોકા-કોલા કંપનીની એમ.આર.પી.વિનાની કુલ રૂ.૭,૬૧,૦૪૦/ની કિંમતની કુલ ૨૧,૭૪૪ બોટલો સીઝ કરવામાં આવી હતી. આ માટે તોલમાપ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 
 
ગ્રાહકોને વેચાતી કોઈપણ ચીજવસ્તુના પેકેટ પર ગ્રાહકો સ્પષ્ટપણે વાંચી શકે તે રીતે એમ.આર.પી, પેકીંગ તારીખ, કસ્ટમર કેર નંબર, નેટ ક્વોલીટી વગેરે બાબતો ધી પેકેઝૂડ કોમોડીટીઝ રૂલ્સ , ૨૦૧૧ની જોગવાઈઓ મુજબ દર્શાવવી જરૂરી છે. આ જોગવાઈઓના ભંગ બદલ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોના હિતમાં આ બાબતો દર્શાવવી અત્યંત આવશ્યક છે.