શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (09:04 IST)

ટ્રી લાઈટીંગ સેરીમની સાથે ધ લીલા ગાંધીનગરમાં ક્રિસમસ ઉત્સવનો પ્રારંભ

ધ લીલા ગાંધીનગરે ટ્રી લાઈટીંગ સેરીમનીનું આયોજન કરીને ક્રિસમસ ઉજવણીનો પ્રારંભ કર્યો છે. આ પ્રસંગે ધ લીલા ગાંધીનગરેલાઈવ ક્રિસમસ કેરોલ બેન્ડથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને મહેમાનોને લીલાની સિગ્નેચર સ્ટાન્ડર્ડ સર્વિસીસનો અનુભવ પૂરો પાડ્યો હતો. ક્રિસમસટ્રી લાઈટીંગ સેરીમનીદ્વારા ક્રિસમસની પરંપરાગત રજાઓનો પ્રતિકાત્મક  પ્રારંભ થાય છે. 
આ પ્રસંગે ધ લીલા ગાંધીનગરના તથા મહાત્મા મંદિર કન્વેનશન અને પ્રદર્શન સંકુલના વાઈસ પ્રેસિડેન્ટ અને  જનરલ મેનેજર શ્રી જયદીપ આનંદે જણાવ્યું હતું કે "આ અમારો પ્રથમ ક્રિસમસ ટ્રી લાઈટીંગ સેરીમની છે અને તેનાથી ફેસ્ટીવ હોલીડે સિઝનનો ભવ્ય પ્રારંભ થયો છે. અમે અમારા માનવંતા મહેમાનોને ધ લીલા ગાંધીનગર ખાતે ક્રિસમસ ઈવ ડીનર, ક્રિસમસ બ્રન્ચ અને  ઘણું બધુ ઓફર કરીશું."