સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ડિસેમ્બર 2021 (08:29 IST)

ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને લઇને પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

2021 નું વર્ષ પુરૂ થવાને આરે છે ત્યારે નવા વર્ષને આવકારવા માટે લોકોએ તૈયારી શરૂ કરી દીધી છે. નવા વર્ષને આવકારવાને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ કોરોના વચ્ચે નવા વર્ષની ઉજવણીને લઇને લોકોમાં અસમંજસ જોવા મળ્યું હતું કે આ વખતે પણ નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરી શકાશે. ત્યારે અમદાવાદ શહેર પોલીસે જાહેરનામું બહાર પાડીને લોકોની દુવિધાને દૂર કરી છે. 
 
આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી પ્રતિબંધો અને કરફ્યૂં વચ્ચે થશે. કોરોનાના નવા વેરિએન્ટની અમદાવાદમાં એન્ટ્રી થઇ ચૂકી છે. ત્યારે કેટલીક છૂટછાટ વચ્ચે નવા વર્ષની છૂટછાટ સાથે ઉજવણી કરી શકાશે. 
 
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડયું છે જેમાં ક્રિસમસની રાત્રે માત્ર 35 મિનિટ અમદાવાદ શહેરમાં ફટાકડા ફોડી શકાશે. ક્રિસમસની રાત્રે 11-55થી 12-30 વાગ્યા સુધી જ કરી આતશબાજી શકાશે. દિવાળીની માફક જ નવા વર્ષની ઉજવણીમાં પણ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં ફટાકડા ફોડવા, વેચાણ અને ઉત્પાદન માટે નિયમો મૂકાયા છે.  
 
શહેરમાં ક્રિસમની રાત્રે ચાઈનીઝ તુક્કલ, આતશબાજી માત્ર 35 મિનિટ સુધી કરી શકાશે. શહેર પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અનુસાર, દિવાળીની માફક જ નવા વર્ષની ઉજવણીમાં પણ પ્રતિબંધ રહેશે. 
 
24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરે રાત્રે 11-55થી 12-30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થાય તેવા ફટાકડા નહિ ફોડી શકાય. સાથે જ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરી શકાશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.