રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 માર્ચ 2023 (16:29 IST)

મહિલાને શેરબજારમાં રોકાણ કરવાનું કહીને 13.58 લાખની છેતરપીંડી કરનાર 2 સામે ફરિયાદ

શહેરના નિકોલમાં રહેતી મહિલા બેંકમાં નોકરી કરતી હતી ત્યારે એક વ્યક્તિના પરિચયમાં આવીને શેરબજારમાં રોકાણ કરવા 16.95 લાખ રૂપિયા ટુકડે ટુકડે આપ્યા હતા જેની સામે મહિલાને 3.36 લાખ પરત આપ્યા હતા બાકી પૈસા ન આપીને ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો જે મામલે મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
 
નિકોલમાં રહેતા 42 વર્ષીય છાયા જોશીએ ફરિયાદ નોંધાવી છે કે તે મહેસાણા HDFC બેંકમાં એ.આર.એમ તરીકે નોકરી કરતા હતા અને 6 મહિના અગાઉ જ નોકરી છોડી હતી.12 વર્ષ અગાઉ  તેમને પ્રદીપ જોશી નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો.પ્રદીપે છાયાબેનને શેરબજારમાં રોકાણ કરવાનું જણાવ્યું હતું.છાયાબેન રોકાણ કરવા તૈયાએ થતા પ્રદીપે રાકેશ ઠાકર સાથે છાયાબેનનો સંપર્ક કરાવ્યો હતો.
 
2021માં પ્રથમ વખત છાયાબેને રાકેશના ખાતામાં 15,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ ટુકડે ટુકડે રાકેશ અને તેની પત્ની તથા પ્રદીપ અને તેના દિકરાના ખાતામાં 5,06,770 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ 2 લાખ ટ્રાન્સફર કર્યા હતા.છાયાબેનના ક્રેડિટ કાર્ડ પણ પ્રદીપ પાસે હતા જેમાંથી અલગ અલાવ પેટ્રોલ પંપમાંથી પ્રદીપે 9,88,257 રૂપિયા ઉપડ્યા હતા.આમ કુલ 16,95,297 રૂપિયા ઉપાડીને છાયાબેનને 3,36,822 રૂપિયા આપ્યા હતા બાકીના 13,58,475 રૂપિયા માંગતા પ્રદીપ અને રાકેશ વાયદા કરતા હતા અને પૈસા નહીં આપવા જણાવ્યું હતું જેથી છાયાબેને બંને વિરૂદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.