1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2022 (16:56 IST)

કોંગ્રેસના નેતા રઘુ શર્માએ AAP વિશે કહ્યું, વરસાદ પડે ત્યારે દેડકાઓ આવે છે, ચોમાસુ પૂર્ણ થતા પરત જતા રહે છે

gujarati news
નવસારીમાં કથિત મંદિર ડિમોલિશન મુદ્દે 'આપ' બાદ હવે અને કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. સ્થાનિકોને ન્યાય અપાવવાની દિશામાં કામગીરી શરૂ કરી છે, જેને પગલે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ આજે સર્કિટ હાઉસ ખાતે આવીને સ્થાનિકોને સાંભળ્યા હતા. ત્યારે પત્રકાર પરિષદમાં રઘુ શર્માએ 'આપ'નું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા.આ દરમિયાન પત્રકારોએ આમ આદમી પાર્ટીના વધતા કદ અને પ્રચારને લઈને પ્રશ્ન પૂછતા રઘુ શર્માએ કહ્યું હતું કે, વરસાદ પડે ત્યારે દેડકાઓ આવે છે જ્યારે ચોમાસુ પૂર્ણ થાય ત્યારે દેડકાઓ પણ જતા રહે છે, એવું જ રાજકીય પાર્ટીઓનું પણ છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નવી પાર્ટીઓ આવે છે, પરંતું ગુજરાતમાં 40 વર્ષથી વધુનો મને પણ અનુભવ છે અહીં માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ રાજકીય હરીફાઈ થશે.

નવસારીના જમાલપોરમાં રસ્તાની જગ્યાએ કથિત મંદિર ઊંભુ થતા તંત્રએ ડિમોલિશન કર્યુ હતું. ત્યારે આ મુદ્દો બિલ્ડર અને સ્થાનિકોમાંથી ઉપર ઊઠીને હવે રાજકીય બનવા તરફ જઈ રહ્યો છે. ગત દિવસોમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાએ સ્થાનિકો સાથે મળીને ભાજપ અને કોંગ્રેસને આડેહાથ લીધા હતા. ત્યારબાદ હવે આ મુદ્દે કોંગ્રેસે લાગ જોઈને ઝુકાવ્યું છે.આજે નવસારીમાં આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પત્રકાર પરિષદ યોજી ભાજપના સાશનમાં મંદિર ડિમોલિશન દરમિયાન થયેલા અત્યાચાર અંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ આમ આદમી પાર્ટીને ઈશારો કરતી કોમેન્ટ કરી જણાવ્યું કે, વરસાદના મૌસમમાં જેમ દેડકા બહાર આવે તેમ અન્ય પક્ષો બહાર આવે છે, જોકે, ચોમાસુ પૂર્ણ થાય એટલે દેડકાઓ પણ જતા રહે છે. તેવી જ રીતે ચૂંટણી આવે છે એટલે નવી પાર્ટીઓ આવે છે અને જેવી ચૂંટણી પુરી થશે કે જતી રહેશે. ગુજરાતમાં માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ હરીફાઈ થશે.