સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 જૂન 2022 (12:10 IST)

કોંગ્રેસના નેતા ભરતસિંહનો ઈલુ ઈલુ મામલો હાઈકમાન્ડ સુધી પહોંચ્યો, રીપોર્ટ માંગવામાં આવ્યો

કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીના કરતૂતોના કારણે ગુજરાતમાં કોંગ્રેસની છબી ખરડાઈ રહી હોવાથી તાત્કાલિક અસરથી ભરતસિંહ સામે પગલાં ભરવાની ફરિયાદ છેક રાહુલ ગાંધી સુધી પહોંચતા કૉંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશના સિનિયર નેતાને આ સમગ્ર મામલે તપાસ કરી રિપોર્ટ આપવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ ભરતસિંહના મામલે હાઇકમાન્ડે કોઈ પગલાં ના લેતા ફરી આવી ઘટના બનતા હવે હાઇકમાન્ડે પણ ગંભીર બનવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના વીડિયોની ફરિયાદ કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે પહોંચી છે. ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ હાઈકમાન્ડને ફરિયાદ કરી છે કે ભરતસિંહના કારણે મહેનત ઉપર પાણી ફરી રહ્યું છે. ભરતસિંહ સુધરે નહીં તો તેઓ રાજકારણ છોડી દે, તેવી પણ ફરિયાદ કરાઈ છે. આ ફરિયાદને પગલે રાહુલ ગાંધીએ ભરતસિંહ સાથે મુલાકાત કરવા ગુજરાતના એક નેતાને આદેશ આપ્યો છે. મુલાકાત બાદ સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપવા પણ રાહુલ ગાંધીએ આદેશ કર્યો છે.કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ફરી વિવાદમાં આવ્યા છે. હાલમાં તેમનો અને એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈને ભરતસિંહની પત્નીએ હોબાળો મચાવ્યો હતો. આ યુવતી સાથે સંબંધો હોવાનો ભરતસિંહની પત્નીએ આરોપ લગાવ્યો છે.

યુવતીને કારણે પતિ-પત્નીના સંબંધો બગડ્યા હોવાનો ભરતસિંહની પત્નીનો આક્ષેપ છે. વાયરલ વીડિયો તાજેતરનો જ હોવાનું બહાર આવ્યું હતું. ભરતસિંહ સોલંકી સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના પુત્ર છે. માધવસિંહ સોલંકી પણ રાજકારણમાં લાંબી કારકિર્દી ગુજારી ચુક્યા છે. ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતાં.