ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 જુલાઈ 2021 (11:32 IST)

ભરતસિંહ સોલંકીએ નોટીસ મોકલી કહ્યું, 'મારી પત્ની મારા કહ્યામાં નથી, કોઇએ નાણાકીય લેવડ-દેવડ કરવી નહી'

ગુજરાત કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ તેમના પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ પાઠવી છે. તેમણે પત્ની સામે નોટિસ મોકલીને કહ્યું કે, તેમની પત્ની તેમના કહ્યામાં નથી અને મનસ્વી રીતે વર્તન કરે છે. તેથી તેમની પત્નીના નામે કોઈ નાણાંકીય નાણાકીય વહેવાર કરવો નહી.
 
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના લગ્નજીવનમાં સમસ્યાઓ ઉભી થઇ છે. ભરતસિંહ સોલંકીએ એડવોકેટ કેપી તપોધન મારફતે પત્નીને લિગલ નોટીસ પાઠવી છે. તેમણે આ જાહેર નોટિસમાં કહ્યુ છે કે, તેમના પત્ની રેશ્મા પટેલ તેમના કહ્યામાં ન હોવાથી આ નોટિસ પાઠવવામાં આવી છે. રેશ્મા પટેલ ચાર વર્ષથી ભરતસિંહ સાથે રહેતા નથી અને મનસ્વી રીતે વર્તે છે. 
 
તેથી કોઈ પણ વ્યક્તિએ રેશ્મા પટેલ સાથે ભરતસિંહના નામે નાણાકીય લેવડ દેવડ કરવી નહી. જો કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહી. તેમજ ભરતસિંહના નામે કોઇ નાણાંકીય લેવડ દેવડ કર્યાનુ સામે આવશે, તો ની સામે કાયદાકીય કાર્યવાહી કરાવી તેવો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. 
 
ભરતસિંહ સોલંકીએ આ નોટિસમાં પોતાની પારિવારિક સંબંધોની વાત કરી છે. જાહેર નોટિસમાં તેમણે કહ્યું કે, અમારા સંબંધોમાં કુંટુંબીઓ દ્વારા મધ્યસ્થી કરાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેનુ કોઈ પરિણામ આવ્યુ નથી. તેથી અમે અલગ રહીએ છીએ. તેમણે કહ્યું હતું કે મેં છૂટાછેડા લેવા પણ કહ્યું હતું, પરંતુ એ અંગે તેમણે સંમતિ આપી ન હતી. 
 
મેં તેમને રહેવા માટે બંગલો, ગાડી, માસિક એકથી દોઢ લાખની આવક થતી રહે એવી સગવડ કરી આપી છે, પરંતુ તેમના પર કોઈ હકારાત્મક અસર થઈ ન હતી. મેં મારી પત્નીને અલગ રહ્યા બાદ તમામ પ્રકારની સુવિધા આપી છે. પરંતુ હવે મને તેનાથી વ્યક્તિગત નુકસાન થવાની ભીતિ છે. તેથી મેં આ નોટિસ મોકલી છે