1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 જાન્યુઆરી 2023 (08:54 IST)

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને જગદીશ ઠાકોરની હાજરીમાં ભાજપની સ્ટ્રેટેજી વખાણી

Congress MLA Ganiben
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી નાંખ્યાં છે. કોંગ્રેસ જે 2017માં ભાજપને હંફાવનાર સાબિત થઈ હતી. તે આ વખતે કારમા પરાજયને પામી છે.  કેટલાક ધારાસભ્યો અને સિનિયર નેતાઓ પહેલાંથી જ ભાજપમાં જોડાઈ ગયાં છે અને આ વખતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હારી ગયાં છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં ભાજપના વખાણ કર્યાં છે. કાંકરેજના ચાંગા ગામે ધારાસભ્ય અમૃતજી ઠાકોરનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠયા હતાં. આ કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કર્યા હતાં. તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના આગેવાનો-નેતાઓ અમે બધા, ACવાળી કારના કાચ ખોલવા નથી. પક્ષના એક પણ વ્યક્તિએ પરિશ્રમ નથી કરવો. આ ભાજપવાળા વહીવટી તંત્રનો દુરુપયોગ કરે. પૈસા સામ,દામ, દંડ, ભેદ બધાનો ઉપયોગ કરે છે પણ એ લોકો ખરેખર મહેનત કરે છે. તેમણે કહ્યું હતું કે, તમે ભાજપની સ્ટ્રેટેજી જુઓ આખી સરકાર બદલાઈ જાય પણ કોઈ અવાજ ના કરે. ટિકિટ જેની જેટલી કાપવી હોય તેટલી કાપી નાંખે.આપણે તો હવે હજુ કાંઈ વધ્યું જ નથી, તો હવે શેના ભાગ પાડવાના રહી ગયા એ જ ખબર પડતી નથી.આગામી સમયમાં કોંગ્રેસને નવું સંગઠન ઉભું કરવું પડે. વાવમાં મને 1 લાખ 2 હજાર વોટ મળ્યા. પાંચ વર્ષમાં માત્ર 2 હજાર લોકો જ પાંચ વર્ષ લોહી પીવાના છે.