કોંગ્રેસના ધારાસભ્યના લલિતભાઈ કગથરા પુત્રનું અકસ્માતમાં મોત નિપજ્યું

bus accident
Last Modified શનિવાર, 18 મે 2019 (14:04 IST)

મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં અકસ્માતમાં મોત થયું છે. બિન સત્તાવાર મળેલી માહિતી મુજબ ધારાસભ્ય
લલિતભાઈ કગથરાના પુત્ર
સહિત પરિવારજનો પશ્ચિમ બંગાળમાં ફરવા ગયા હતા. જ્યાં કોલકતાથી ફલાઈટમાં અમદાવાદ પરત ફરવાના હતાં.પરંતુ ફલાઈટ ચૂકી જતા કલકત્તાથી વોલ્વો બસમાં લલિત કગથરાના પુત્ર વિશાલ સહિત 3 દંપતી બહેરામપુર તરફ આવી રહ્યાં હતાં,
ત્યારે ટ્રક અને વોલ્વો બસ વચ્ચે અકસ્માત થતાં વિશાલ કગથરાનું મોત નિપજ્યું હતું. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લલિત કગથરાનો પુત્ર વિશાલ બસમાં આવી રહ્યા હતા. ત્યારે તેમનુ મોઢું બારીમાંથી બહાર હતું, આ દરમિયાન રોડ ઉપરથી પસાર થતા ટ્રક સાથે તેમનું માથું અથડાતાં હેમરેજ થતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.


આ પણ વાંચો :