સંબંધિત સમાચાર
- ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે
- ગાંધીનગરમાં શંકાસ્પદ ટાઈફોઈડનાં અત્યાર સુધી 113 કેસ, ઈન્દોર જેવા ન થાય હાલ એ માટે ગૃહમંત્રી અમિત શાહે સાચવ્યો મોરચો
- ઈન્દોર પછી ગાંધીનગરમાં પ્રદૂષિત પાણીનો કહેર, સાત દિવસમાં 67 લોકો પડ્યો બીમાર, ખુલાસાથી મચ્યો હડકંપ
- Indore water contamination- દૂષિત પાણી કેસમાં સીએમ મોહન યાદવે મોટી કાર્યવાહી કરી, જેમાં એડિશનલ કમિશનરનો પણ સમાવેશ થાય છે
- દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં ગંદા પાણીથી મચ્યો હાહાકાર... અત્યાર સુધી 13 નાં મોત, 100 થી વધુ લોકોની હાલત ગંભીર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કડક ટકોર બાદ અમદાવાદમાં રોગચાળો ડામવા AMCનો માસ્ટર પ્લાન: જાણો પાણીની ફરિયાદો માટે શું બદલાયું?
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીના પુરવઠાને કારણે સ્થાનિક વિસ્તારોમાં રોગચાળો ખૂબ જ ઝડપથી વકરી રહ્યો હતો. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા આ ચેડાં અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કડક ટકોર કરવામાં આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું વહીવટી તંત્ર આખરે સફાળું જાગ્યું છે. પીવાના પાણીની ગુણવત્તા પર ઉઠેલા સવાલો બાદ મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક બેઠક યોજીને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે એક નવી સખત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરી છે. આ નવી માર્ગદર્શિકા હેઠળ હવે અધિકારીઓની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે અને બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે.
ફરિયાદોના નિકાલ માટે કડક સમયમર્યાદા નક્કી
નવી જાહેર કરાયેલી SOP મુજબ, તંત્ર દ્વારા ફરિયાદોના નિકાલ માટે ખૂબ જ કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. હવેથી શહેરમાં ગમે ત્યાંથી પ્રદૂષિત પાણી આવવાની ફરિયાદ મળશે, તો તંત્રે સામાન્ય સંજોગોમાં વધુમાં વધુ ૧૨ કલાકની અંદર તે ફરિયાદનો સંપૂર્ણ નિકાલ કરવાનો રહેશે. આ ઉપરાંત, જે વિસ્તારોને હોટસ્પોટ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે અથવા જ્યાં દૂષિત પાણીની વધારે ફરિયાદો છે, તેવા સંવેદનશીલ વિસ્તારોમાં ફરિયાદ મળ્યાના માત્ર ૬ કલાકની અંદર જ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સ્પષ્ટ સૂચન આપવામાં આવ્યું છે જેથી રોગચાળાને આગળ વધતો અટકાવી શકાય.
વારંવાર આવતી ફરિયાદો સામે કડક પગલાં
તંત્ર દ્વારા લેવાયેલા સૌથી મહત્ત્વના નિર્ણયોમાંનો એક એ છે કે જો કોઈ એક જ વિસ્તારમાંથી પ્રદૂષિત પાણી અંગેની ૫ વખત ફરિયાદ આવશે, તો તેને અત્યંત ગંભીર બાબત ગણવામાં આવશે. આવી સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના વિલંબ વગર તાત્કાલિક અસરથી કડક પગલાં ભરીને કાયમી ફોલ્ટ અથવા બ્રેકડાઉનને વહેલી તકે દુરસ્ત કરવામાં આવશે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય વારંવાર ઊભી થતી પાણીની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાનો છે.
વૈકલ્પિક પાણી પુરવઠો, હેલ્થ ચેકિંગ અને ડેઇલી રિપોર્ટિંગ
જે વિસ્તારોમાં મુખ્ય પાઇપલાઇનમાં મોટું બ્રેકડાઉન કે ટેકનિકલ ખામી હશે, ત્યાં નાગરિકો માટે મ્યુનિસિપલ ટેન્કરો દ્વારા શુદ્ધ પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે જ, રોગચાળો ડામવા માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને (ડોર-ટુ-ડોર) હેલ્થ ચેકિંગ કરવામાં આવશે. કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે જે-તે વિસ્તારના એડિશનલ સિટી ઇજનેરે દૈનિક રિપોર્ટ સીધો જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સોંપવાનો રહેશે. આ સમગ્ર પ્લાન નાગરિકોની સુવિધા માટે amc.gov.in/sop-water પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
