1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (15:33 IST)

જૂનાગઢમાં સાધુ સંતોનું સંમેલનઃ એક સ્વરમાં સંતોએ કહ્યું હિન્દુ દેવી દેવતાઓનું અપમાન નહીં ચલાવી લેવાય

Convention of Sadhu Saints in Junagadh:
Convention of Sadhu Saints in Junagadh:
ગુજરાતમાં સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોના નિવોદનોનો વિવાદ માંડ શમ્યો છે. ત્યાં જ જૂનાગઢમાં 100થી વધુ સનાતન સાધુ-સંતોનું સંમેલન યોજાયું છે. આજે જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમ ખાતે સાધુ-સંતોનું સંત સંમેલન યોજાયું છે. આ સંમેલનમાં ગુજરાતભરના અનેક સાધુ-સંતો હાજર છે.

સનાતન સાધુ-સંતોની હાજરીમાં આજે સનાતન ધર્મ માટે સંરક્ષણ સમિતિ સહિત વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે. સંત સંમેલનમાં ગુજરાતના 100થી વધારે સાધુ-સંતોએ એક સ્વરમાં કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ચલાવી લેવામાં આવશે નહીં. જૂનાગઢમાં સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે, જેના અધ્યક્ષ ચાપરડા બ્રહ્માનંદ ધામના મહંત મુક્તાનંદ બાપુને બનાવવામાં આવ્યા છે. જ્યારે દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ બન્યા છે.

જગતગુરુ શંકરાચાર્ય તમામ સમિતિના અધ્યક્ષ રહેશે. સંત સંમેલનમાં ચૈતન્યશંભુ મહારાજે કહ્યું કે, ભારતમાં સનાતન ધર્મને ગાળો દેવાની ફેશન ચાલે છે. દ્વારકા પીઠના અધ્યક્ષ શંકરાચાર્યજી સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ બન્યા છે. ચૈતન્યશંભુ મહારાજે કહ્યું કે, સનાતન એટલે હિન્દુ બીજી કોઈ વ્યાખ્યા નથી. સંત સંમેલનમાં નિજાનંદ સ્વામી મહારાજે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયે જગાડ્યા છે. એટલે હું આ મંચ પરથી તેમનો આભાર માનીશ કે તમે અમને જગાડવાનું કામ કર્યું છે. પરંતુ હવે જગાડ્યા છે તો હવે તમે દાઝી ન જાવ એનું પણ ધ્યાન રાખજો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કહે છે કે 400-500 સાધુ સંતો લઈને ગેબીનાથ મહારાજ આવ્યા હતા, આ મંચ પરથી કહું છું કે જો કોઈ બીજા ગેબીનાથ મહારાજ જાગ્યાને તો વિદેશની ભૂમિ તમને નહીં સંઘરે.