1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (08:43 IST)

રાજકોટમાં 24 કલાકના ત્રણ યુવાનોના હાર્ટ એટેક

Rajkot news
રાજકોટઃ ગુજરાતમાં હાર્ટ એેટેકને લઈને યુવાન વયના લોકોના મોત થઈ રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી હાર્ટ એટેક આવવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ ત્રણ યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને લઇને મેડિકલ જગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે હૃદય રોગના હુમલાને પગલે રાજકોટમાં વધુ ત્રણ  વ્યક્તિના મોત નિપજયા હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. 
 
રાજકોટમાં 24 કલાકના ત્રણ યુવાનોના હાર્ટ એટેકને પગલે મોત નિપજ્યાનું સામે આવ્યું છે.
 
રાજકોટ પંથકમાં રહેતા કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના ત્રણેય વ્યક્તિઓએ છાતીમાં દુ:ખાવો ઉપડવાની ફરિયાદ કરતા તેઓને પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર કારગત ન નિવડતા ત્રણેયના યુવાનોએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા. જે બાદ ફરજ પરના તબીબે ત્રણેયના મોત થયા હોવાનું જાહેર કર્યું હતું