રવિવાર, 25 ફેબ્રુઆરી 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. મારુ ગુજરાત
  3. રાજકોટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 20 સપ્ટેમ્બર 2023 (18:52 IST)

યુવતીને રસ્તા પર રીલ્સ બનાવવી ભારે પડી

yoga trainar
yoga trainar
ભારત સહિત દુનિયામાં રીલ્સ બનાવવાનુ ઘેલુ એવુ લોકોને લાગ્યુ છે કે તે ફેમસ થવા બધા નિયમો ભૂલી જાય છે અને ઘણીવાર પોતાનો જીવ મુસીબતમાં નાખતા પણ વિચારતા નથી કે લોકોને તકલીફ થાય એવુ પણ વિચારતા નથી. આવુ જ બે દિવસ પહેલા રાજકોટના રસ્તા પર જોવા મળ્યુ. જ્યા એક યોગા ટ્રેનરે રસ્તા પર રીલ્સ બનાવી હતી. જેમાં તે ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે યોગા સ્ટેપ કર્યા હતા.
 
રાજકોટમાં બે દિવસ પૂર્વે પડેલા વરસાદમાં વરસતા વરસાદ દરમિયાન રાજકોટ શહેરના અમીન માર્ગ પર આવેલ એક જીમના ફિટનેસ ટ્રેનર દ્વારા રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ બની યોગા કરતી એક રીલ્સ બનાવવામાં આવી હતી. આ રીલ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવી હતી. જે વાઇરલ થતાની સાથે પોલીસે આ યુવતીની ઓળખ મેળવી તાત્કાલિક અસરથી તેને પકડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે