ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 સપ્ટેમ્બર 2020 (08:44 IST)

અમદાવાદમાં 5 મહિનામાં ૧૭,૪૩૬ માંથી ૧,૬૭૩ મૃત્યું કોરોનાના લીધે, તો બાકીના મોતનો સાચી હહિકત જાહેર કરો: મનિષ દોશી

મોંઘાભાવે તબિબિ સાધનો, પી.પી.ઈ. કીટ, માસ્ક, સેનેટાઈઝર સહિત અનેક નાણાંકીય ગોલમાલ વારંવાર સામે આવી કોરોના કાળમાં કાળાબજાર અને ડુપ્લીકેટ, ઉતરતી ગુણવત્તાની સારવાર માટેની વિવિધ વસ્તુઓ અંગે વ્યાપક ફરીયાદો પણ સામે આવી. કોરોનાની સારવાર માટેના ધમણ-૧ની કાર્યક્ષમતા પણ મોટા પાયે વિવાદીત થઈ અને હવે કોરોના કાળમાં કોરોના પોઝીટીવની સંખ્યામાં વિસંગતતા, આંકડાઓ છુપાવવા, તંત્ર દ્વારા કોરોના કાળમાં મૃત્યુના આંકડાઓમાં ગોલમાલ માહિતી અધિકાર કાયદામાં ખુલ્લી પડી ત્યારે, કોરોના મહામારીના સમયમાં થયેલ મોતના આંકડાઓમાં પણ તંત્ર છુપાછુપીની રમત રમે તે કેટલે અંશે વ્યાજબી ? 
 
કોરોના મહામારીમાં ભાજપા સરકારના અસંવેદનશીલતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સરકાર, આરોગ્ય વિભાગ અને સ્થાનિક કોર્પોરેશન અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત કોરોના કેસમાં આંકડાઓ અલગ અલગ આપે છે તે અનેક વખત માધ્યમોમાં સામે આવ્યું છે. આંકડાની છુપાછુપીના ખેલમાં ભાજપ સરકારને શું ડર છે કે તેમનું ભોપાળુ બહાર આવશે ? સરકાર અન્ય વિભાગના આંકડાઓ જેવા કે, ખેડૂતોની આત્મહત્યા, રોજગારી, શિક્ષણનો વ્યાપ, શિક્ષકોની સંખ્યા, ડૉક્ટરોની ખાલી જગ્યા, સ્કોલરશીપના વિભાગના આંકડાઓમાં માયાજાળ રચે તેતો સામાન્ય થયું પણ હવે સરકાર કોરોના જેવી મહામારીમાં પણ મોતના આંકડા છુપાવે, સરકાર કેટલી સંવેદનશીલ છે તેનો ઉત્તમ નમુનો જાહેર કર્યો છે. 
 
અમદાવાદ શહેરમાં કોરોના કાળમાં મૃત્યુદરનું ચોકાવનાર સત્ય મે મહિનામાં કોરોના સંક્રમણ એકદમ પીક પર હતો તે સમયે અમદાવાદ મ્યુ.કોર્પો. સંચાલીત સ્મશાનગૃહમાં મરણની સંખ્યા ૬૧૪૭, એટલે કે દર ૨૪ કલાકે ૨૦૪ મરણ નોંધાયા. જેમાં મે મહિનામાં દર કલાકે અમદાવાદ શહેરમાં નવ લોકોના મૃત્યુ થયા. પરંતુ એ.એમ.સી.ના ચોપડે મે મહિનામાં કોરોના થી મોતની સંખ્યા ૬૮૬ મૃત્યુ નોંધાયા. તો બાકીના મૃત્યુ ક્યાં રોગથી થયા ? માર્ચ મહિનામાં એ.એમ.સી. સંચાલિત સ્મશાનમાં ૨૬૮૫ મૃત્ય નોંધાયા એટલે કે દિવસના ૯૦ મરણ અને દર કલાકે ચાર વ્યક્તિના મોત સ્મશાનમાં નોંધાયા. એ.એમ.સી. ના ચોપડે કોરોનાથી ત્રણ વ્યક્તિના મરણની સત્તાવાર નોંધ છે. તો બાકીના મૃત્યુ ક્યાં રોગથી થયા ?
 
એપ્રિલ મહિનામાં ૩૦૫૨ મરણ સ્મશાન ગૃહમાં  નોંધાયા એટલે કે, એપ્રિલ મહિનામાં રોજના ૧૦૧ મરણ અને દર કલાકે પાંચના મૃત્યુ થયા છે. એ.એમ.સી. ના ચોપડે કોરોનાથી ૧૪૪ વ્યક્તિના મરણની સત્તાવાર નોંધ છે. તો બાકીના મૃત્યુ ક્યાં રોગથી થયા ? જુન મહિનામાં ૪૯૬૮ મરણ સ્મશાન ગૃહમાં  નોંધાયા એટલે કે, જુન મહિનામાં રોજના ૧૬૫ મરણ અને દર કલાકે સાતના મૃત્યુ થયા છે. એ.એમ.સી. ના ચોપડે કોરોનાથી ૫૭૨ વ્યક્તિના મરણની સત્તાવાર નોંધ છે. તો બાકીના મૃત્યુ ક્યાં રોગથી થયા ? જુલાઈ અને ઓગસ્ટમાં કોરોનાથી ૧૫૧ અને ૧૧૭ વ્યક્તિના મરણની સત્તાવાર નોંધ છે.
 
 
રાજ્યમાં કોરાનાના સંક્રમણ બેકાબુ અને બીજી બાજુ રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ અને સ્થાનિક કોર્પોરેશન સતત આંકડાઓ છુપાવે તે કેટલે અંશે વ્યાજબી ? અમદાવાદ શહેરમાં કોરોના મૃત્યુ દરમાં શુ વધારો થયો ? એએમસી ચોપડે કોરોનાથી ૧૬૭૩ લોકોના મોત, એએમસીના સ્માશગૃહના ચોપડે અધધધ મોતના આંકડાઓ છતાં એએમસી કોરોના નામે આંકડાઓ છુપાવી રહી છે ? શુ મૃત્યુ દરમાં વધારો થયો છે પરંતુ આંકડાઓ કઇક અલગ કહી રહ્યા છે જેનો આરટીઆઇમા મળેલી માહિતીમાં મોટો ઘટસ્ફોટ અને માત્ર અમદાવાદ શહેરમાં મૃત્યુના આંકડાઓ આંખ ઉઘાડનારા અને ચોકાવનારા છે. 
 
આ માત્ર અમદાવાદ શહેરમાં એએમસી સંચાલિત સ્માશન ગૃહના મરણના આંકડાઓ છે.. અમદાવાદ શહેરના કબ્રસ્તાન, અન્ય કબ્રસ્તાન આંકડાઓની માહિતી એએમસી પાસે નથી. કેન્દ્ર સરકારના નિયમ મુજબ એએમસી ચોપડે મરણના દાખલા માટે તમામ કબ્રસ્તાન, સ્માશનગૃહની આંકડા હોય છે આર.ટી.આઈ.માં જાહેર થયેલ માહિતીથી સ્પષ્ટ છે કે એએમસી આરોગ્ય વિભાગ આંકડાઓ ખોટા આપી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે.