શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 જૂન 2022 (11:26 IST)

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં બમણા થયા કેસ

corona testing
ગુજરાતમાં કોરોનાનો કહેર ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે. બુધવારે પાટનગર અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસ લગભગ બમણા થઈ ગયા છે. અમદાવાદમાં મંગળવારે 106 કેસ નોંધાયા હતા, જ્યારે બુધવારે 95%ના વધારા સાથે 207 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. સમગ્ર રાજ્યમાં મંગળવારે નોંધાયેલા 226 કેસમાંથી 80%ના વધારાની વાત કરીએ તો બુધવારે 407 નવા કેસ નોંધાયા હતા.
 
રાજ્યમાં કોરોનાના આજે નવા 407 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 190 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,806 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.97 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 55,638 રસીના ડોઝ અપાયા હતા.
 
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1741 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 1737 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,806 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 207, વડોદરા કોર્પોરેશન 39, સુરત કોર્પોરેશન 45, રાજકોટ કોર્પોરેશનમાં 17, સુરતમાં 12, ભાવનગર કોર્પોરેશનમાં 11, ગાંધીનગર કોર્પોરેશન 10, વલસાડ 8, ભરૂચ 7, જામનગર કોર્પોરેશનમાં 7,  આણંદ-ગાંધીનગર 6-6, સાબરકાંઠા 5, બનાસકાંઠા, કચ્છ અને મહેસાણામાં 4-4, અમદાવાદ અને રાજકોટમાં 3-3, જામનગર, નવસારી, વડોદરામાં 2-2, અમરેલી, પાટણ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે. 
 
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1037 નાગરિકોને રસીનો પ્રથમ અને 11245 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 836 ને રસીનો પ્રથમ અને 2247 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 24974 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 5936 ને રસીનો પ્રથમ અને 9663 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 55,638 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,10,21,457 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
 
બુધવારે, છેલ્લા ચાર મહિનામાં કોઈપણ એક દિવસે કોરોનાના નવા કેસોમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો હતો. કોરોનાના વધતા જતા કેસો અંગે એસીએસ (હેલ્થ) મનોજ અગ્રવાલે કહ્યું કે તેઓએ અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં દેખરેખ વધારી છે. સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી અડધા કેસ માત્ર અમદાવાદમાં જ જોવા મળ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અનુસાર, 207 દર્દીઓમાંથી 16 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 92 દર્દીઓના ડિસ્ચાર્જ સાથે શહેરમાં કુલ સક્રિય કેસ વધીને 903 થઈ ગયા છે.