શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 ડિસેમ્બર 2021 (22:51 IST)

ગુજરાતમાં ત્રીજી લહેરની એંટ્રી ? છેલ્લા 6 મહિના પછી પહેલીવાર એક જ દિવસમાં 200થી વધુ કેસ, અમદાવાદમાં સૌથી વધુ કેસ

ગુજરાત કોરોના કેસોમાં એકાએક ઉછાળો આવતા ત્રીજી લહેર આવી ગયાની આશંકા સેવાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં 204 કોરોનાના કેસો સામે આવતા હંડકપ મચ્યો છે. સાડા છ મહિના બાદ ગુજરાતમાં પહેલીવાર 200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 204 નવા કેસ નોંધાયા છે. જ્યારે 65 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 192 દિવસ અગાઉ એટલે કે 19 જૂને 228 કેસ હતા. તો રાજ્યમાં એક હજારથી વધુ એક્ટિવ કેસ થઈ ગયા છે
 
રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કુલ 24 કેલ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 13 કેસ છે. જેમાં 8 પુરૂષ અને 5 મહિલા સમાવિષ્ઠ છે. 9ની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે જ્યારે 4 ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. રાજ્યમાં સતત છ દિવસથી કોરોનાથી મોત નોંધાયા હતા. પરંતુ આજે જામનગર શહેરમાં એકનું મોત થયું છે. 
 
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1086 સુધી પહોંચી ગઈ છે. કોરોનાગ્રસ્ત 14 દર્દી વેન્ટિલેટર તો આજે કોરોનાને કારણે જામનગરના એક દર્દીનું મૃત્યુ પણ નીપજ્યું છે. અમદાવાદમાં આજે સૌથી વધુ 100 કેસ નોંધાતા ફરી બીજી લહેર વાળી થવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. રાજકોટમાં 36 કેસ, સુરતમાં 23 કેસ, વડોદરામાં 17 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, ખેડામાં 4 કેસ, મહીસાગરમાં 3 કેસ, આણંદમાં 2 કેસ, ભરૂચ અને કચ્છમાં 2-2 કેસ તો સુરેન્દ્રનગર, વલસાડ, મહેસાણા, નવસારી, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગરમાં એક- એક કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે.