શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 મે 2021 (20:40 IST)

ગુજરાતમાં કોરોનાની લહેર ધીમી પડી, ધીમે-ધીમે ઘટી રહ્યા છે કેસ, મૃત્યુદરમાં પણ થયો ઘટાડો

ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહેલા પર કાબૂમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે 12,545 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 13,021 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 4,90,412 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 75.92 ટકાએ પહોંચ્યો છે. 
 
અત્યાર સુધીમાં 1,01,60,781 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 28,69,476 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,30,30,257 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18 થી 44 વર્ષ સુધીના 27,776 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. 
 
તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45-60 વર્ષનાં કુલ 37,609 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,09,367 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 12,545 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 13,021 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ 75.92 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4,90,412 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,47,525 એક્ટિવ દર્દી છે, જે પૈકી 786 લોકો વેન્ટિલેટર પર છે અને 1,46,739 લોકો સ્ટેબલ છે. 4,90,412 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 8,035 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 133 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 16, સુરત કોર્પોરેશનમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 7, જામનગર કોર્પોરેશનમાં 8, ભાવનગર કોર્પોરેશનમાં 4 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 3, ગાંધીનગર કોર્પોરેશન 1, મહેસાણા 5, સુરત 4, વડોદરા 6, જામનગર 5, મહિસાગર 1, ગીરસોમનાથ 2, જુનાગઢ 5, બનાસકાંઠા 3, ભરૂચ 4, કચ્છ 5, રાજકોટ 7, ગાંધીનગર 1, અરવલ્લી 2, પાટણ 2, સાબરકાંઠા 2, મોરબી 1, નવસારી 1, સુરેંદ્રનગર 1, ભાવનગર 5, અમદાવાદ 1, છોટા ઉદેપુર 1, પોરબંદર 1, અને દેવભૂમિ દ્વારકમાં 2 દર્દીઓના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 123 દર્દીઓના મોત થયા છે.