સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : ગુરુવાર, 6 મે 2021 (16:31 IST)

કોરોના થતા ચાલુ ડોક્ટરને પુછીને દવા પીધી, પરિવારના 8 લોકોના મોત, 5ની હાલત ગંભીર

છત્તીસગઢના બિલાસપુરમાં એક જ પરિવારના 8 લોકોના મોત થયા છે તો 5 ની હાલત ગંભીર છે. એવુ કહેવાય રહ્યુ છે કે કોરોનાના લક્ષણ દેખતા પરિવારે કોઈ ચાલુ ડોક્ટરની સલાહ પર હોમિયોપેથિક દવા પી હતી. પોલીસ મામલાની તપાસમાં લાગી છે અને બીજા શક્યત: એંગલથી પણ તપાસ કરી રહી છે. 
 
ઘટના બિલાસપુરના સિરગિટ્ટી પોલીસ મથક ક્ષેત્રની છે. અહી કોરમી ગામના પરિવારના બધા લોકોએ એલ્કોહોલ યુક્ત હોમિયોપૈથિક દવા પી લીધી. તેમણે હોમિયોપૈથિક દવા ડ્રોસેરા 30 પી હતી, પણ થોડીવાર પછી જ સૌની તબિયત બગડવા માંડી અને એક પછી એક 8 લોકોના મોત થઈ ગયા. 
 
મૃતકોમાંથી 4 લોકોના અંતિમ સંસ્કાર રાત્રે જ કરવામાં આવ્યા હતા. તેથી મામલો શંકાસ્પદ પણ થઈ ગયો છે. 5 લોકોની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે.  બિલાસપુર સીએમઓએ જણાવ્યુ કે હોમિયોપૈથિક દવા પીવાથી પરિવારના 8 લોકોના મોત થયા તો 5 હોસ્પિટલમાં દાખલ છે તેમને આગળ કહ્યુ કે આ લોકોએ હોમિયોપેથિક દવા ડ્રોસેરા 30  (Drosera 30) પી લીધી હતી, જેમા 91 ટકા આલ્કોહોલ હોય છે. ડોક્ટર ફરાર છે.