ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 એપ્રિલ 2021 (11:56 IST)

કોરોના દર્દી સાજા થવાનો રેટ માત્ર 56 દિવસમાં 97 ટકાથી ઘટીને સીધો 75.54 સુધી આવી ગયો

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે મેડિકલ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હોવાનો નિર્દેશ સરકારે જાહેર કરેલા રિકવરી રેટ આપી રહ્યો છે, ગુજરાતમાં છેલ્લા 56 દિવસમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 97.49 ટકાથી ઘટીને 75.54 ટકા સુધી પહોંચી ગયો છે, એટલે કે 22.11 ટકા રિકવરી રેટ ઘટ્યો હતો. એ જોતાં કોરોનાના દર્દીઓની સારવારમાં ઢીલાશ અને દવા, બેડ અને ઓક્સિજનની અછત હોવાનું પુરવાર થઈ રહ્યું છે.

ગુજરાતમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, એની સામે રિકવરી રેટ પણ ઘટી રહ્યો છે. 31 માર્ચના રોજ ગુજરાતમાં રિકવરી રેટ 94.43 ટકા સુધી પહોંચી ગયો હતો. સમગ્ર માર્ચ મહિનામાં પણ રિકવરી રેટ વધ્યો હતો, પરંતુ 28 ફેબ્રુઆરીના રોજ તો ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ છેક 97.49 ટકા સુધી પહોંચી ગયો હતો, ત્યાર બાદ માર્ચના 31 દિવસ અને એપ્રિલના 25 દિવસ મળી 56 દિવસમાં આ રિકવરી રેટ ઘટીને 76.38 ટકા સુધી આવી ગયો છે, એટલે કે 56 દિવસમાં કોરોનાના દર્દી સાજા થવાનો રેટ 22.11 ટકા ઘટી ગયો છે.ખાસ કરીને જુલાઈ 2020થી ફેબ્રુઆરી 2021 સુધી ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ સતત વધવા લાગ્યો હતો, જેથી આ દિવસોમાં દૈનિક કેસની સરખામણીમાં સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઇ હતી. એપ્રિલના 25 દિવસમાં જ ગુજરાતમાં કોરોનાના દર્દીની સારવારમાં ઢીલાશ અને મેડિકલ સિસ્ટમ તૂટી પડવાની સ્થિતિમાં આવી જતાં રિકવરી રેટ 18.04 ઘટ્યો હતો.ગુજરાતમાં 31મી જાન્યુઆરીએ કોરોના દર્દીનો રિકવરી રેટ 96.99 ટકા હતો. 28 ફેબ્રુઆરીએ 97.49 ટકા અને 31 માર્ચના રોજ 94.43 ટકા થયો હતો અને 25 એપ્રિલના રોજ 75.54 ટકા સુધી ઘટી ગયો હતો.