બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 એપ્રિલ 2020 (12:46 IST)

30 લોકોમાં કોરોનાના કોઇ લક્ષણો નહી, તેમછતાં રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ શહેરમાં એક દિવસમાં કોરોનાના 50 પોઝિટિવ કેસ નોંધાયા છે. ખાસકરીને દાણીલીમડાના સફી મંજિલ વિસ્તારમાં કોરોનાનું એપી સેન્ટર ગણવામાં આવે છે. અહીં એક વ્યક્તિના લીધે 30 લોકો સંક્રમિત થયા છે. આશ્વર્યની વાત એ છે કે આ 30 લોકોમાં કોરોનાના કોઇ લક્ષણ હોવા છતાં પણ તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.   
 
ગુરૂવારે નોંધાયેલા તમામ કેસ લોકલ ટ્રાંસમિશનના છે. કુલ 58 કેસમાં 30 કેસ ફક્ત સફી મંજિલ વિસ્તારના છે. આ પહેલાં એક પોઝિટિવ કેસ મળતાં સમગ્ર વિસ્તારને કલસ્ટર ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અહીં નાની નાની ચાલીઓમાં રહેતા 128 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા. તેમાં 7 વર્ષની બાળકીથી માંડીને 92 વર્ષના વૃદ્ધના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. 
 
આ પહેલાં એસવીપીમાં સારવાર કરાવી રહેલા 48 વર્ષીય એક વ્યક્તિનો રિપોર્ટ આવતા પહેલાં મોત થયું છે. તો બીજી તરફ સિવિલમાં પણ એક 50 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. આ પ્રકારે કુલ 7 લોકોને કોરોનાએ ચપેટમાં લઇ લીધા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 153 થઇ ગઇ છે. 
 
દાણીલીમડા વિસ્તારમાં રહેનાર 55 વર્ષીય અબ્દુલ ક્યૂમ શેખને 31 માર્ચના રોજ કોરોના પોઝિટિવ બતાવવામાં આવ્યો હતો, તેથી એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ વ્યક્તિ જ્યાં રહે છે, તે સ્થળ પણ સ્વાસ્થ્ય વિભાગે તેના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરોન્ટાઇન કરી દીધા હતા. બીજી તરફ સફી મંજીલ વિસ્તારમં 128 ઘરને કલસ્ટર કોરોન્ટાઇન કરી દીધા છે. જાણવા મળ્યું છે કે એક વ્યક્તિએ પોતાના 30 સાથીઓને સંક્રમિત કર્યા છે. આ લોકોમાં કોરોનાના કોઇ લક્ષણ જોવા મળ્યા નથી, પરંતુ તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.