ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 જૂન 2022 (10:44 IST)

ઘરની બહાર નિકળતા પહેલાં થઇ જજો સાવધાન, કોરોનાએ ફરી માથું ઉચક્યું, 97 દિવસ થ્રી ડિઝીટમાં નોધાયા કેસ

Corona Cases In India Today,
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી તંત્ર અને સરકારની ભારે જહેમત બાદ કોરોના પર કાબૂ મેળવી લેવાયો હતો. પરંતુ ત્યારબાદ ફરી લોકો બિન્દાસ બની ગયા છે. કોરોનાની ગાઇડલાઇન્સ ભૂલી ગયા છે. માસ્ક અને સેનિટાઇઝર માળિયે ચઢાવી દીધા છે. ત્યારે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે. ઘણા લાંબા સમય બાદ આજે કોરોના 100થી વધુ કેસ નોંધાયા છે. જે ચિંતાનો વિષય લાગી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 111 કેસ નોંધાયા છે તો બીજી તરફ 29 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,309 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.07 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 46,347 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
 
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 445 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 445 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,309 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 48, વડોદરા કોર્પોરેશન 25 તથા સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશન 7, ગાંધીનગર કોર્પોરેશન 5, જામનગર કોર્પોરેશન 2, વલસાડ 5, અમદાવાદ 2, આણંદ 2, રાજકોટ 2, સુરત 2, જામનગર 1 અને મહેસાણામાં 1 કેસ નોંધાઇ ચુક્યાં છે. 
 
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1047 નાગરિકોને રસીનો પ્રથમ અને 15252 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 120 ને રસીનો પ્રથમ અને 1116 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 20636ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 1028 ને રસીનો પ્રથમ અને 7148 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 46,347 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,03,27,346 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.