રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 જુલાઈ 2021 (08:59 IST)

કોરોનાની ત્રીજી લહેરનું આગોતરુ આયોજન 1.60 લાખ બાળકોનો સર્વે, કન્ટ્રોલ રૂમથી રહેશે દરેક બાળક પર નજર

જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખીને બાળકો પર એક સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેના આધારે બાળકોમાં રિસ્ક ફેક્ટર હોય તેવા બાળકોની બીમારી, નબળાઇ કે કુપોષણ જેવા પાસાઓને ધ્યાને રાખીને તેમનું નિદાન કરવામાં આવશે. જિલ્લાનાં વિવિધ ગામોમાં 1.60 લાખ બાળકોનો સર્વે કરાયો હતો. જેમાં 1600 બાળકોમાં રિસ્ક ફેક્ટર જોવા મળ્યું હતું.  આ અંગે અમદાવાદ કલેક્ટરે જણાવ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇને અમદાવાદ જિલ્લામાં બાળકોનો સૌપ્રથમ ચોંકાવનારો સર્વે હાથ ધરાયો છે. જેમાં જિલ્લાના અલગ અલગ ગામોમાં 0 થી 5 વર્ષના 1.60 લાખ બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે.

આ સર્વેમાં જાણવા મળ્યું કે, 1600 બાળકો એવા છે જેમના પર સૌથી વધારે જોખમ ધરાવે છે. તેની પાછળનું કારણ કુપોષણ, કોઇ બિમારી અથવા અન્ય કારણોથી તેમની રોગપ્રતિકારક શક્તિ સામાન્ય કરતા ઓછી હોય તેવા બાળકોની ઓળખ કરીને તેમની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.  આવા બાળકોને સંક્રમણની મહત્તમ શક્યતા છે. જેથી આવા બાળકોનું મોનિટરિંગ કરવા માટે કન્ટ્રોલ રૂમમાંથી નજર રખાઇ રહી છે. ત્રીજી લહેરને ધ્યાને રાખીને સોલા સિવિલમાં ખાસ બાળકો માટેનો વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં ICU થી માંડી વેન્ટીલેટર સહિત 100 બેડની વ્યવસ્થા કરાઇ છે. જિલ્લા તંત્ર સતત ત્રીજી લહેર માટેની તૈયારીઓ કરી રહ્યુ છે.