સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 એપ્રિલ 2020 (12:48 IST)

વડોદરામાં 34 ટકા દર્દીઓ કોરોના મુક્ત થયાં

વડોદરા શહેરમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 263 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 88 દર્દીઓ કોરોના મુક્ત થઇને ઘરે પહોંચી ચુક્યા છે. જે 34 ટકા જેટલા થાય છે. જેમાં કોરોના વાઈરસની મહામારીના શરૂઆતના 34 દિવસમાં માત્ર 3 ટકા દર્દી કોરોના મુક્ત થયા હતા. જોકે પછીના માત્ર 6 દિવસમાં 31 ટકા દર્દીઓ કોરોના મુક્ત થયા છે.  વડોદરા શહેરમાં 20 માર્ચથી લઇને લઇને 22 એપ્રિલ સુધીમાં 8 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જોકે 23 એપ્રિલથી 28 એપ્રિલ સુધીમાં વધુ 80 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આમ વડોદરામાં અત્યાર સુધીમાં 88 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીતી લીધો છે. જેમાં 23 એપ્રિલે એક સાથે 45 દર્દીઓ સાજા થતાં કોવિડ કેર સેન્ટરમાંથી રજા આપવામાં આવી હતી અને 28 એપ્રિલે એક સાથે 28 દર્દીઓ સાજા થતાં કોવિડ કેર સેન્ટરમાંમાંથી રજા આપવામાં આવી હતી. વડોદરામાં જે ઝડપે કોરોના ફેલાયો હતો. એટલી જ ઝડપથી દર્દીઓ અને કોરોના વોરિયર્સ મળીને કોરોનાને હરાવી રહ્યા છે. વડોદરા શહેરમાં 20 માર્ચના રોજ કોરોના વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. સ્પેનથી આવેલા વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા ચિરાગ પંડિત કોરોના પોઝિટિવ આવતા તેમંને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને 31 માર્ચના રોજ સાજા થઇ જતાં તેમને સયાજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ 22 એપ્રિલ સુધીમાં 8 માત્ર દર્દીઓ સાજા થયા હતા. જોકે હવે રોજેરોજ દર્દીઓ સાજા થઇને ઘરે જઇ રહ્યા છે. જે વડોદરા માટે ખુબ જ સારી બાબત છે.