મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 મે 2020 (12:28 IST)

ખાનગી લેબ સરકારની મંજૂરી વિના કોરોનાનો ટેસ્ટ નહીં કરી શકે

ગુજરાત સરકારે હાલ કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડા ઊંચા જઇ રહ્યાં છે તેવાં સંજોગોમાં આ લેબોરેટરીઓ પર ટેસ્ટ કરવા સામે નિયંત્રણ મૂકી દીધું છે. જ્યાં સુધી સરકારી અધિકારી પરવાનગી ન આપે ત્યાં સુધી આ લેબોરેટરી કોઇપણ વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરી શકશે નહીં અને જો ટેસ્ટ કરાયો હોય તો તેનું પરિણામ જાહેર કરી શકશે નહીં. આરોગ્ય વિભાગે આ લેબોરેટરીઓને જણાવ્યું છે કે આપે સંબંધિત જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી, કે મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારીની પૂર્વમંજૂરી સિવાય ટેસ્ટ કરી શકાશે નહીં.  આ ઉપરાંત ટેસ્ટ કરાવવા આવેલાં તમામ લોકોના નામ, સરનામું અને આધાર કાર્ડની ડિટેઇલ્સ સરકારને મોકલી આપવાની રહેશે.  આ તમામ સૂચનાઓનું લેબોરેટરીઓએ કડકપણે પાલન કરવાનું રહેશે તેવી તાકીદ પણ આ હુકમમાં કરવામાં આવી છે.