શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 31 જુલાઈ 2020 (13:00 IST)

Gujarat corona update - ભુજની જી.કે હોસ્પિટલ માંથી ભાગી ગયેલ દર્દી મળી આવ્યો

 24 કલાકમાં સુરત 271,અમદાવાદ 157,વડોદરા 96,રાજકોટ 86,ભાવનગર 46,જામનગર 40,ગાંધીનગર 37,ભરૂચ 35,જૂનાગઢ-સુરેન્દ્રનગર 34,દાહોદ 31,બનાસકાંઠા 28,અમરેલી 24,પંચમહાલ 23,પાટણ-વલસાડ 22,મહેસાણા 18,મહીસાગર-નર્મદા 16,ખેડા-નવસારી-સાબરકાંઠા 15,બોટાદ-છોટાઉદેપુર 13,કચ્છ-મોરબી 12,આણંદ 11,ગીરસોમનાથ 8,અરવલ્લી 3,ડાંગ-પોરબંદર 2,દ્વારકા-તાપી 1 કેસ
 
● રાજ્યમાં કુલ કેસ : 60285
● રાજ્યમાં કુલ મોત : 2418
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 44074
 
⭕  જિલ્લા વાઈસ કેસ : 
•અમદાવાદ- 26341
•વડોદરા-4558
•સુરત-12875
•રાજકોટ-1725
•ભાવનગર-1333
•આણંદ-461
•ગાંધીનગર-1433
•પાટણ-584
•ભરૂચ-866
•નર્મદા-314
‌•બનાસકાંઠા-704
‌•પંચમહાલ-462
•છોટાઉદેપુર-153
•અરવલ્લી-304
•મહેસાણા-824
•કચ્છ-506
•બોટાદ-229
•પોરબંદર-64
•ગીર-સોમનાથ-354
‌•દાહોદ-554
•ખેડા-572
•મહીસાગર-328
•સાબરકાંઠા-420
•નવસારી-535
•વલસાડ-618
•ડાંગ- 18
•દ્વારકા-47
•તાપી-150
•જામનગર-681
•જૂનાગઢ-849
•મોરબી-250
•સુરેન્દ્રનગર-740
•અમરેલી-429 કેસ નોંધાયા

12:59 PM, 31st Jul
ભુજની જી.કે  હોસ્પિટલ માંથી ભાગી ગયેલ દર્દી મળી આવ્યો અંજારના રેલ્વે સ્ટેશન પાસેથી આજે મળી આવ્યો
 
આરોગ્ય વિભાગ દ્વારા તેને ફરીથી હોસ્પિટલ ખસેડયોદર્દી ભાગી જતાં તંત્ર દ્વારા વ્યાપક શોધખોળ આદરી હતી
 
દર્દીની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે

12:57 PM, 31st Jul
કોરોના વાયરસ COVID-19 ની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ અન્વયે તાઃ૧૩-૦૩-૨૦૨૦ના જાહેરનામાથી ધી ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન- ૨૦૨૦ લાગુ કરવામાં આવ્યો છે.
 
પ્રવર્તમાન પરિસ્થિતીમાં કોવિડ-૧૯ ના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે.કોવિડ હોસ્પિટલોમાં સતત કોરોનાના દર્દી સાથે ફરજ બજાવતાં હોસ્પિટલના સ્ટાફને પણ કોવિડ-૧૯ ના સંક્રમણનું જોખમ રહેલું છે.કોરોના વોરિયર્સ તરીકે રાત-દિવસ ખંતથી કાર્ય કરતા તમામ સ્ટાફને પોતાની ફરજો બજાવવા પ્રોત્સાહન મળી રહે અને ઉત્સાહ જળવાઇ રહે તે માટે જે સરકારી હોસ્પિટલમાં ૧૦૦ બેડ હોય ત્યાં ૫ બેડ અને જ્યાં ૧૦૦ કરતાં વધુ બેડ હોય ત્યાં ૧૦ બેડ ડોક્ટરો તથા હેલ્થકેર વર્કર ( સરકારી / ખાનગી સહિત ) માટે રીઝર્વ રાખવાના રહેશે એમ રાજયના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
 
આ રીઝર્વ રખાયેલ બેડમાં જ્યારે પણ મેડીકલ/પેરામેડીકલ સ્ટાફ આવે ત્યારે અગ્રીમતાના ધોરણે બેડ ફાળવવાના/આપવાના રહેશે પરંતુ જો તેઓ આવેલ ન હોય અને બેડ ખાલી હોય તો સામાન્ય પ્રજાજન/દર્દીને બેડ ફાળવવાના રહેશે.આ બેડ રીઝર્વ રાખવા અંગે સબંધિત જિલ્લાના કલેક્ટરશ્રીના પરામર્શમાં રહી કાર્યવાહી હાથ ધરવાની રહેશે એમ વધુમાં જણાવાયું છે.

12:57 PM, 31st Jul
કોવિડ હોસ્પિટલોમાં સતત કોરોનાના દર્દી સાથે ફરજ બજાવતાં કોરોના વોરિયર્સ માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય
 
- સરકારી હોસ્પિટલમાં ૧૦૦ બેડ હોય ત્યાં ૫ બેડ અને જ્યાં ૧૦૦ કરતાં વધુ બેડ હોય ત્યાં ૧૦ બેડ ડોક્ટરો તથા હેલ્થકેર વર્કર ( સરકારી / ખાનગી સહિત ) માટે રીઝર્વ રાખવાના રહેશે

12:56 PM, 31st Jul
જેતપુર:
- માર્કેટિંગ યાર્ડની હરાજીમાં ઉમટી ભીડ, માર્કેટિંગ યાર્ડના નથી જળવાઇ રહ્યાં નિયમો, વેપારીઓ-લોકો નિયમોની ઉડાવી રહ્યાં છે ધજાગરા
 
- #રાજકોટ #CoronaUpdate 
કોરોના ના દર્દીઓના મોતનો સિલસિલો યથાવત
એકજ રાત્રિમાં 10 જેટલા દર્દીઓનાં સારવાર દરમિયાન નિપજ્યા 
 
મોત
ખાનગી હોસ્પિટલમાં 1 તેમજ સિવિલ હોસ્પિટલમાં 9 દર્દીના નિપજ્યા મોત
 
 
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એચ. વી. જોટાણીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ