શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 એપ્રિલ 2021 (14:33 IST)

ભારતમાં 250 રૂપિયામાં તો ચીનમાં સૌથી મોંધી છે કોરોના વૈક્સીન, જાણો બીજા દેશમાં કેટલાની છે રસી

ગયા વર્ષે કોરોનાનુ મહાસંકટનો સામનો કરી ચુકેલા દુનિયાને આ વર્ષે વેક્સીનના રૂપમાં સંજીવની મળી ગઈ છે. ભારતમાં પણ આ વર્ષની શરૂઆતથી જ વેક્સીનેશની પ્રક્રિયા ચાલ છે. આ દરમિયન 1 માર્ચથી 60થી વધુ વયના વડીલો અને 45થી વધુ વયના ગંભીર બીમારીઓથી ગ્રસ્ત લોકોને કોરોનાથી બચાવની વૈક્સીન મળવી શરૂ કરવામાં આવી છે. આ વેક્સીન સરકારી હોસ્પિટલોમાં ફ્રી છે. બીજી બાજુ ખાનગી હોસ્પિટલોમાં કોરોના વૈક્સીની કિમંત 250 રૂપિયા રાખવામાં આવી છે. તેમા 150 રૂપિયા વૈક્સીનની કિમંત અને 100 રૂપિયા એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ છે. 
 
ભારતમાં બે વૈક્સીનની શરૂઆતમાં અનુમતિ મળી છે. તેમા પહેલી છે ભારત બાયોટેકની કોવૈક્સિન અને બીજી સીરમ ઈસ્ટીટ્યુટની કોવિશીલ્ડ. કોવિશીલ્ડને ઓક્સ ફોર્ડ એસ્ટ્રજેનેકાના મદદથી વિકસિત કરવામાં આવી છે. આ બંને વેક્સીન 250 રૂપિયામાં ઉપલબ્ધ છે. ભારતમાં વૈક્સીનને દુનિયામાં સૌથી સસ્તી માનવામાં આવી રહી છે. આવો જાણીએ દુનિયાના બીજા દેશોમાં શુ છે વૈક્સીનની કિમંત 
 
ચીનમાં દુનિયાની સૌથી મોંઘી વૈક્સીન 
 
ચીન દુનિયામાં સૌથી સસ્તુ પ્રોડક્ટ માટે લોકપ્રિય છે. પણ જ્યારે વેક્સિનની વાત આવે છે તો આ સ્ટોરી ઉલ્ટી પડી જાય છે. ચીનની કોરોના વૈક્સીન જેને સાઈનોવેક કહેવાય છે એ દુનિયાની સૌથી મોંઘી કોરોના વૈક્સીનમાંથી એક છે. એક રિપોર્ટ મુજબ ચીનમાં એક ડોઝની કિમંત 2200 રૂપિયા છે. બીજી બાજુ ચીનને વૈક્સીનને લઈને ખુદ ચીનને પણ વિશ્વાસ નથી. બ્રાઝીલ અને મલેશિયા જેવા દેશ ચીનની વૈક્સીન પર સવાલ ઉઠાવી ચુક્યા છે. બીજી બાજુ ચીન પણ ખુદ ફાઈજર અને બીજી કંપનીઓની વૈક્સીન મંગાવી રહ્યુ છે. 
 
ફાઈજરની ડોઝ 1400 રૂપિયાની 
 
સૌથી પહેલા કોરોના વૈક્સીન લોંચ કરનારી અમેરિકી કંપની ફાઈઝરની વૈક્સીન  (BNT-162) ની દરેક ડોઝ ભારતીય કિમંતના હિસાબથી 1400 રૂપિયાથી વધુ છે. બીજી બાજુ યૂરોપિયાન યૂનિયનને મળનારી વૈક્સીન (mRNA- 1273) ની એક ડોઝ 1300 રૂપિયામાં મળી રહી છે. આ ઉપરાંત રૂસમાં વિકસિત સ્પુતનિક 5 વૈક્સીન 730 રૂપિયામાં મળી રહી છે. 
 
વિકાસશીલ દેશોમાં પણ ભારતથી મોંઘી વૈક્સીન 
વિકાસશીલ દેશોની વાત કરીએ તો અહીં પણ ભારતની રસી સૌથી ઓછા ભાવે ઉપલબ્ધ છે. દક્ષિણ આફ્રિકાના દેશ બ્રાઝિલની વાત કરીએ તો અહીં એક ડોઝ 370 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. તે જ સમયે, દક્ષિણ આફ્રિકામાં એક ડોઝની કિંમત 390 રૂપિયા મળી રહી છે. આ સિવાય સાઉદી અરેબિયામાં પણ કોરોના રસી 390 રૂપિયામાં મળે છે.