શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (13:21 IST)

વડોદરા હાઈકોર્ટે પૂર્વ નેવી ઓફિસરે પત્ની પર નજર રાખવા લગાવેલ CCTV હટાવવાનો આપ્યો આદેશ

વડોદરાની કોર્ટમાં એક ખૂબ જ આશ્ચર્યજનક કેસ આવ્યો છે. એક સન્માનીય રિટાયર નેવી ઓફિસરને પોતાની પત્ની પર શંકા હોવાને કારણે તેના બેડરૂમમાં સીસીટીવી લગાવ્યો હતો અને કોર્ટમાં આ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યુ હતુ. 
 
કોર્ટની સુનાવણી બાદ વડોદરા કોર્ટના એડિશનલ વરિષ્ઠ સિવિલ જજ  પીએ પટેલે ગયા અઠવાડિયે પોતાની સુનાવણીમાં નેવી ઓફિસરને પત્નીના બેડરૂમમાંથી સીસીટીવી હટાવી લેવાનો આદેશ આપ્યો, આ ઉપરાંત આ માટે પત્નીને ભરણ પોષણ નિમિત્તે રૂપિયા 40,000 રૂપિયા દર મહિને આપવાનો પણ આદેશ આપ્યો. 
 
કોર્ટે મહિલાને કેમેરો હટાવવાની મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે મહિલા પોતાના બાળકોની સ્પોર્ટ્સ ટ્રેનિંગ માટે મુંબઈ રહેતી હતી. કોરોના વાયરસને કારણે તે મુંબઈથી પોતાના પતિના ઘરે પરત આવી હતી. લોકડાઉન દરમિયાન 20 મે ના રોજ મહિલાના પતિ અને રિટાયર્ડ નેવી ઓફિસરે બેડરૂમમાં અને ઘરના અન્ય સ્થાન પર સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા.  ટાઈમ્સ ઓફ ઈંડિયાના અહેવાલ મુજબ કેમેરાને કારણે  મહિલા અને તેની પુત્રીને કોઈપણ કાર્ય કરતી વખતે ખૂબ જ અસહજ લાગતુ હતુ. તેણે પોતાના પતિને અનેકવાર કેમેરા હટાવી લેવા માટે પણ કહ્યુ હતુ. 
 
નેવી ઓફિસર અનેકવાર પોતાની પત્નીને પ્રતાડિત કરતો હતો. તે મુંબઈથી પરત આવી ત્યારે તેણે તેનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો.  મહિલાએ પોલીસમાં ફરિયાદ પણ કરી. તો ગુસ્સામાં આરોપી પતિએ તેની વાઈફનુ આધારકાર્દ, પાસપોર્ટ અને અન્ય ડોક્યુમેંટસ પણ લઈ લીધા. મહિલાએ એકવાર ફરી પોલીસનો સંપર્ક કર્યો પરંતુ પોલીસે ઓફિસર વિરુદ્ધ ફરિયાદ નોંધવાની ના પાડી દીધી. 
 
મહિલાની ફરિયાદ મુજબ  તેના ઓફિસર પતિએ તેને એપ્રિલથી જૂન સુધી અનેક રીતે પ્રતાડિત કરી.  પોતાના વિરુદ્ધ કોઈપણ પુરાવા ન રહે એ માટે તે જયારે પણ મહિલા પર અત્યાચાર ગુજારતો ત્યારે સીસીટીવી કેમેરા બંધ કરી દેતો હતો. આરોપી ઓફિસર નશો કરતો અને ત્યારબાદ પત્ની પર અત્યાચાર ગુજારતો હતો. 
 
છેવટે મહિલાએ મદદ માટે વકીલ જયદીપ વર્મા અને ચંદ્રકાંત દવાનીની મદદ લીધી. કોર્ટે ઓફિસરને પત્ની અને બાળકોને પ્રતાડિત ન કરવાની ચેતાવણી આપી. આ ઉપરાંત કોર્ટે રૂપિયા 40,000 દર મહિને પત્ની અને બાળકોને ભરણ પોષણ નિમિત્તે આપવાનો આદેશ પણ આપ્યો.