શનિવાર, 1 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (15:22 IST)

તને જમવાનું બનાવતા નથી આવડતુ કહીને પતિએ પત્નીના મોઢા પર મુક્કા માર્યા, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

crime news in gujarati
પતિએ પત્નીને ઢસડીને માર મારતાં પત્નીને ઈજા પહોંચી
 
પતિ અને પત્નીના સબંધમાં ક્યારેક નાની નાની વાતોમાં તકરાર થતી હોય છે. પરંતુ કેટલાક પુરુષો પોતાની પત્નીને અર્ધાંગિની નહીં પણ નોકરાણી સમજતા હોય છે. આવો એક કિસ્સો અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. આ કેસમાં પતિએ પત્નીને જમવાનું બનાવવાની સામાન્ય બાબતમાં ઢોર માર મારતાં પત્નીએ પોલીસ ફરિયાદ કરી છે. 
પતિએ પત્નીને મોઢા પર મુક્કા માર્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે વેજલપુર વિસ્તારમાં એક સોસાયટીમાં રહેતી ટીનાએ ( નામ બદલ્યું છે) એક વર્ષ અગાઉ સમાજના રીતરિવાજો પ્રમાણે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ સાસરીમાં નાની મોટી બાબતે ક્યારેક ઝગડો થતો હતો. ટીનાનો પતિ રોહિત પણ અનેક વખત ટીનાને ગાળો બોલતો હતો અને ત્રાસ આપતો હતો. રોહિત રોજની જેમ નોકરીથી પોતાના ઘરે આવ્યો અને પત્નીને પૂછ્યું કે જમવામાં શું બનાવ્યું છે? આ સવાલના જવાબમાં ટીનાએ કહ્યું કે થોડી વાર લાગશે હું તમને જમવાનું આપું છું. આટલું સાંભળીને રોહિત ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. રોહિત ટીનાને પકડીને તેના મોઢા પર મુક્કા મારવા લાગ્યો હતો. જેથી ટીના બુમો પાડવા લાગી અને રોહિત ફરી ઢસડીને ટીનાને મારવા લાગ્યો હતો. આ બનાવમાં ટીનાને ઈજા પહોંચી હતી. જેથી ટીનાએ પતિને સબક શીખવાડવા માટે પોલીસમાં ફરિયાદ આપતાં વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.